આણંદના મોગર ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મોગરમાં આવેલી પાણીની ટાંકીની અત્યંત દયનિય સ્થિતિ છે. નવાઈની બાબત તો એ છે કે ટાંકીના પગથિયા પણ ખંડિત થઈ ચૂક્યા છે અને તેના પર પસાર થઈને પંચાયતના સભ્યએ ટાંકીનો વાલ્વ ખોલવા ઉપર સુધી જવું પડે છે. આ મામલે વહીવટી તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી. ટાંકીની દયનિય સ્થિતિને લઈને તાલુકા પંચાયતના સંભ્ય પણ ખૂદ રજૂઆત કરી ચૂક્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? હાલ તો જીવના જોખમે પાણીની ટાંકીના પગથિયા ચઢી રહેલા કર્મચારીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Source link