- ચીખલી તાલુકાના ખૂંધ ગામના માલવણીયા ફળિયામાં દીપડો દેખાયો
- દીપડાને જોવા આવેલ ટોળાએ બુમા બુમ કરતા ગભરાટ ફેલાયો
- દીપડો ગામના વૃક્ષ પર બેસતા ગ્રામજનોમાં ડરનો માહોલ
દીપડો વૃક્ષ પર ચઢ્યો અને ગીલોડ વડે લોકોએ હેરાન કર્યો હતો. જેમાં ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. તેમજ ચીખલી તાલુકાના ખૂંધ ગામના માલવણીયા ફળિયામાં દીપડો વૃક્ષ પર ચઢ્યો હતો. જેમાં દીપડો વૃક્ષ પર ચઢતા તેને ગીલોડ વડે હેરાનગતિ કરવામાં આવી હતી.
દીપડો ગામના વૃક્ષ પર બેસતા ગ્રામજનોમાં ડર
દીપડાને જોવા આવેલ ટોળાએ બુમા બુમ કરતા ગભરાટ ફેલાયો હતો. જેમાં દીપડો ગામના વૃક્ષ પર બેસતા ગ્રામજનોમાં ડરનો માહોલ ફેલાયો હતો. તેમાં જિલ્લામાં અવાર નવાર દીપડા દેખાવવાની ઘટના સામાન્ય થઇ છે. આખરે દીપડો વૃક્ષ પરથી ઉતરીને ભાગી ગયો હતો. તથા વન વિભાગ માત્ર પાજરું ગોઠવી સંતોષ માને છે.