દાહોદ: ગઇકાલે રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન સંપન્ન થયું હતું, ત્યારે આજે એક વાયરલ થયેલા વીડિયોથી ભારે હોબાળો મચી ગયો છે. દાહોદના પરથમપુર ગામે બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી. આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સાથે જ કાર્યવાહી હાથ ધરાઇ રહી છે. આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ફરજ પરના કર્મચારીઓને કારણદર્શક નોટિસ અપાઈ છે. પ્રિસાઈડિંગ ઓફિસર, આસિ.પ્રિસાઈડિંગ ઓફિસર, બે પોલિંગ ઓફિસરોને નોટિસ આપવામાં આવી છે.
બૂથ કેપ્ચરિંગ મામલ ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું છે. આ મામલે સંયુક્ત ચૂંટણી અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં બુથ કેપ્ચરિંગ જણાય છે. કલેક્ટર અને SP સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાશે. સમગ્ર મામલે RO પાસેથી રિપોર્ટ મગાવ્યો છે. બુથ કેપ્ચરિંગ મામલે બે લોકોની ધરપકડ કરાઈ છે.
સંતરામપુરમાં બુથ કેપ્ચરિંગ મામલે કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન તાવિયાડનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, લોકશાહીના અધિકારોનું હનન થયું છે. બુથ પર રિ-પોલિંગ કરવામાં આવે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો:
ભુક્કા બોલાવતી ગરમી સાથે વરસાદનું પણ અનુમાન, જાણો હવામાન વિભાગની આજની આગાહી
ઉલ્લેખનીય છે કે, સંતરામપુરના પરથમપુર ગામના બૂથનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે EVM કેપ્ચર કર્યું હોવાની વાત સામે આવી રહી છે. વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ કરી હતી. વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ કર્યું હતું. વિજય ભાભોરે બૂથના અધિકારી કર્મચારીઓને અપશબ્દો બોલ્યા હતા. ભાજપ નેતાના પુત્રએ બૂથને હાઇજેક કર્યું હતું. EVM પોતાના સાથે લઇ જવાની પણ વાત કરી હતી. વીડિયો વાયરલ થતાં વિજય ભાભોરે વીડિયો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલિટ કર્યો છે. દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડો. પ્રભાબેન તાવિયાડે કલેકટરને ફરિયાદ કરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર