02
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વોર્નિંગ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. આ સાથે શુક્રવારની આગાહીમાં જણાવ્યુ છે કે, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વોર્નિંગ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.