01
દાહોદ: ચોમાસાના આગમનની સાથે જ દરમાં પાણી ભરાતાં અને ખોરાકની શોધમાં નીકળતા વિવિધ પ્રકારના સર્પ અને સાથે સાથે કીડી, મંકોડા, મચ્છર, પાંખોવાળી ઉડતી કીડી, કાળા ગંધાતા જીવડાં સહિતના જીવજંતુઓનું પ્રમાણ વધ્યું છે. દર વર્ષે વરસાદનું પાણી સાપના દરમાં ભરાતા જ દાહોદ ખાતે આ સમયે ડેંડવાડું, ધામણ, નાગ, દરઘોઈ, ડમોઈ સહિત ઝેરી-બિનઝેરી સર્પો નીકળવાનું પ્રમાણ પણ સ્વાભાવિક વધે છે.