04
આપણી હિન્દૂ સંસ્કૃતિમાં ગાયનું અનોખું મહત્વ છે. ગાયના દૂધમાં સુવર્ણ(સોનાના) અંશ હોવાનું સંશોધનમાં સામે આવ્યું હતું. અમરેલી જિલ્લામાં અનેક વ્યક્તિઓ પાસે શ્યામ કપિલા, શ્વેત કપિલા, ગીર ગાય જોવા મળે છે. દામનગર ગામના પશુપાલક પ્રદીપભાઈ પરમાર ગીર ગાય રાખે છે અને આ ગાયની કિંમત લાખો રૂપિયા છે.