- પલટાયેલા માહોલમાં અઠવાડીયા સુધી પાક લેવાનુ માંડી વાળશે
- દહેગામ, ડભોડા, ચિલોડા પંથક સહિતના વિસ્તારોમાં પાક તૈયાર થઇ ગયો છે
- ચિલોડા પંથકના ખેડૂતોનો ઘઉંનો પાક ખેતરોમાં તૈયાર થઇ ગયો
દહેગામમાં બપોર બાદ કમોસમી વરસાદનું જોરદાર ઝાપટુ પડી ગયુ હતું. અડધા કલાકની બ્રેમ માર્યા બાદ બીજીવાર પણ વરસાદી ઝાપટુ પડયુ હતુ. શહેરમાં વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતું જોવા મળ્યું હતું અને ખાબોચિયા ભરાઇ ગયા હતા. દહેગામ તાલુકા ઉપરાંત ડભોડા, ચિલોડા, વલાદ સહીતના ગ્રામ્યવિસ્તારોમાં વરસાદનુ ઝાપટુ પડયુ હતુ. કમોસમી ઝાપટાથી ખેડૂતોએ ખચકાટ અનુભવ્યો છે અને ખેતરમાં ઘઉે તથા બટાટાના તૈયાર પાક લેવાનુ હાલમાં માંડી વાળ્યુ હોવાની વિગતો છે.
દહેગામ તાલુકો તથા ડભોડા અને ચિલોડા પંથકના ખેડૂતોનો ઘઉંનો પાક ખેતરોમાં તૈયાર થઇ ગયો છે. સામાન્ય રીતે હોળી પહેલા પાક લેવાનું આયોજન કરતા હોય છે. જેથી ખેડૂતો ઘઉનો પાક વાઢવાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે કમોસમી માવઠાના ડરથી ખેડૂતો હાલ પુરતા અટકી ગયા છે. એકાદ અઠવાડીયા બાદ હવામાન ક્લીયર થાય થાય પછી જ ઘઉનો પાક વાઢવાની વિચારણા કરી છે. કેમ કે વરસાદી માહોલમાં જો ઘઉ વાઢીને ખેતરમાં મુકી રાખે અને વરસાદ પડે તો પાકને નુકસાન થાય તેવી સ્થિતિ છે. જેથી હાલ પુરતા પાક વાઢવાનું કેટલાક ખેડૂતોએ માંડી વાળ્યુ છે. બટાટાનું વાતેતર કરનારા ખેડૂતોની પણ આ જ હાલત છે અને હાલમાં બ્રેક મારી છે. દહેગામમાં શનિવારે સાડાત્રણ વાગ્યા બાદ વરસાદી મોહાલ જામ્યો હતો અને વાદળો ઘેરાયા હતા.વાતાવરણમાં ઠંડક પ્રસર્યા બાદ પોણાચાર અને બીજીવાર સવાચારની આસપાસ દહેગામમાં વરસાદ પડયો હતો. ચિલોડા, ડભોડા, વલાદ કરાઇ તથા લીંબડીયામાં વરસાદથી રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. માત્ર ગણતરીની મિનિટો માટે પડેલા વરસાદથી પાણીના કારણે રોડ ઉપર કાદવ કિચડની હાલાકી ભોગવવાનો વારો ગ્રામજનોને આવ્યો હતો.