- નવસારી રાજપીપળાને મળશે નવી સરકારી મેડીકલ કોલેજો
- વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનિ. સાથે સંલગ્ન રહેશે બંને કોલેજો
- ચાલુ શૈક્ષણિક વર્ષથી 100-10૦ વિદ્યાર્થીઓને મળશે પ્રવેશ
દક્ષિણ ગુજરાતમા બે નવી સરકારી મેડિકલ કોલેજોને નેશનલ મેડિકલ કમિશન દ્વારા વિધિગત મંજૂરી આપવામાં આવી છે. નવસારી અને રાજપીપળામાં સરકારી મેડિકલ કોલેજને લઇને છેલ્લા એક વર્ષથી કવાયત ચાલી રહી છે. દરમિયાન નેશનલ મેડિકલ કમિશનની મંજૂરી મળવાની સાથે જ બન્ને કોલેજા માં ચાલુ શૈક્ષણિક સત્ર 2022-23થી MBBSમાં 100-100 બેઠક પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન બન્ને મેડિકલ કોલેજોમાં ચાલુ સત્રથી જ 200 વિદ્યાર્થીઓ ભણશે.
આ પૂર્વે દક્ષિણ ગુજરાતમાં સુરત ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં 250, સ્મીમેર મેડિકલ કોલેજમાં 200, વલસાડ મેડિકલ કોલેજમાં 200, ભરૂચ મેડિકલ કોલેજમાં 150 અને સેલવાસ મેડિકલ કોલેજમાં MBBSની અંદાજીત 100 બેઠક છે. દક્ષિણ ગુજરાતમાં હમણાં સુધીમાં MBBSની 900 બેઠક સામે હવે નવસારી અને રાજપીપળાની કોલેજને મંજૂરી મળતા વધુ 200 બેઠકનો ઉમેરો થશે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા નવસારી, રાજપીપળા સિવાય ગુજરાતમાં પોરબંદર, પંચમહાલ અને મોરબીની મેડિકલ કોલેજોને પણ મંજૂરી અપાઇ છે.