- કાનૂની માપ વિજ્ઞાન વિભાગના અધિકારીઓએ તપાસ કરતા છેતરપિંડી થતી હોવાનું બહાર આવ્યું
- કપાસ વેચવા આવેલા ખેડૂતને ક્ષતિ હોવાનું જણાતા અન્યત્ર વજન કરાવ્યું
- નોટિસ આપી દંડનીય કાર્યવાહી થશે
કાંકરેજ તાલુકાના થરા-ટોટાણા રોડ પર આવેલા એમ.કે.કોટનમાં કાલા-કપાસ, કપાસિયા ખોળ, રૂ ખરીદવાનો વ્યવસાય છે. જો કે, અહીં વજન કરાતાં વે બ્રિજમાં ક્ષતિ હોવાની શંકાના આધારે તપાસ કરતાં વજનમાં ફેરફાર જોવા મળ્યો હતો. જેના આધારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, ઓનલાઈન ફરિયાદ કરાતાં કાનુની માપ વિજ્ઞાન વિભાગના અધિકારીઓએ તપાસ કરતા છેતરપિંડી થતી હોવાનું બહાર આવ્યું હતું.
કાંકરેજ તાલુકાના થરા-ટોટાણા રોડ પર આવેલ એમ.કે.કોટનના સંચાલકો દ્વારા કપાસ (રૂ)ને વેચાણ અર્થે આવતાં લોકો પાસેથી માલને સૌપ્રથમ ઇલેકટ્રીક વજનકાંટા ઉપર વજન કરાય છે. ત્યારબાદ તેની ગુણવત્તા જોઈ ભાવ નકકી કરી ગ્રાહકને રુપિયા આપવામાં આવે છે. પરંતુ ઈલેક્ટ્રીક કાંટા પર વજનમાં ફેરફાર હોવાનું ધ્યાને આવતાં થરા પાલિકાના પૂર્વ પ્રમુખ અને નાગરિક પુરવઠા સલાહકાર સમિતીના સભ્ય વસંતજી જેસુંગજી ઘાંઘોસ દ્વારા અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબત વિભાગમાં ઓનલાઇન ફ્રીયાદ કરી હતી. આ ઉપરાંત બનાસકાંઠા કલેક્ટર કચેરીએ પણ વે-બ્રિજ સીલ કરવા માટે ફરિયાદ કરતાં કાનુની માપ વિજ્ઞાન વિભાગના અધિકારીઓ સ્થળે આવી તપાસ કરી હતી.
આ બાબતે તપાસકર્તા વરુણ ચૌધરી ઇન્ચાર્જ મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન વિભાગ, પાલનપુરે જણાવ્યુ હતુ કે, અનેક ક્ષતિઓને લઈ કાર્યવાહી કરી હાલ વે-બ્રિજને સીલ કરાયું છે. હવે પાર્ટીને દંડની નોટિસ જશે, જો તે દંડ ભરવા સહમત નહીં થાય તો કોર્ટમાં કેસ થશે. ભાગીદારોના નિવેદન માટે દિયોદર ડિવીઝન પી.એમ.દેસાઈએ તજવીજ હાથ ધરી છે.
વે બ્રિજ પર 2 હજાર કિલો વજન મૂકી ચેકિંગ કરાયું
તપાસ દરમ્યાન વજનકાંટાને 0(ઝીરો) કરી કાંટાના સેન્ટ્રલમાં 2000 કિલો વજનના 20 કિલોના વજનિયા મુકી પાંચ વખત ખાલીકાંટાના વજન અને લોડીંગ કાંટાનુ વજન ચેક કરવામાં આવ્યુ હતુ.જેમાં અધિકારીઓને -15 કિલોગ્રામ લઇને 20 કિલોગ્રામ સુધીનો ફરફર જોવા મળતાં કાનુની માપ વિજ્ઞાન વિભાગે એમ.કે.કોટનના વે-બ્રિજને સીલ મારવામાં આવ્યુ હતુ.
મારા માલના વજનમા 25 કિલોનો તફાવત આવ્યો
નોટિસ આપી દંડનીય કાર્યવાહી હાથ ધરાશે
આ બાબતે તપાસ કરતાં વરુણ ચૌધરી ઇન્ચાર્જ મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન વિભાગ, પાલનપુરે જણાવ્યુ હતુ કે, અનેક ક્ષતિઓને લઈ કાર્યવાહી કરી હાલ વે-બ્રિજને સીલ કરાયું છે. હવે પાર્ટીને દંડની નોટિસ જશે, જો તે દંડ ભરવા સહમત નહીં થાય તો કોર્ટમાં કેસ થશે. ભાગીદારોના નિવેદન માટે દિયોદર ડિવીઝન પી.એમ.દેસાઈએ તજવીજ હાથ ધરી છે.