- ઊંચા ભાવ મળતાં માર્કેટયાર્ડ બોરીઓથી ઢંકાયું
- માવઠામાં નુકસાન બાદ ખેડૂતોને સારા ભાવ મળવાની આશા ફળી
- ખેડૂતોને ઉંચા ભાવો મળી રહે છે
બનાસકાંઠામાં થરાદ તાલુકાના થરાદ માર્કેટયાર્ડમાં જીરાની વેપારીઓએ ખરીદી ચાલુ કરી છે. જેથી કરીને ખેડૂતોને ઉંચા ભાવો મળી રહે છે. જેમાં જીરાના તે જ દિવસે ખેડૂતોને નાણા પણ રોકડા મળી રહેતા આનંદની લાગણી પ્રસરી હતી. થરાદ માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ રૂ.10,000ને પાર કરતા ખુશીની લહેર જોવા મળી હતી.
આ વર્ષે છેલ્લે માવઠાના કારણે જીરાના પાકને નુકસાન પણ થયું હતું પરંતું જીરાના ભાવ સારા હોવાના કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વર્તન મળી રહેવ ની આશા હતી પરંતું માર્ચ મહિનાના એન્ડ પછી માર્કેટમાં ખુલતા આજે થરાદ ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિમાં જીરાની હરાજી બોલાતા જીરાના ભાવ 20 કિલોના 9500 જેટલા બોલીબોલાતો ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. છેલ્લા અઠવાડિયાથી થરાદ યાર્ડમાં જીરાનો ભાવ 9 થી 10 હજાર જોવા મળી રહ્યો છે.
27 વર્ષમાં પ્રથમવાર ઉછાળો
એપીએમસી સેક્રેટરી ભેમજીભાઈ પટેલે જણાવ્યું હતું કે થરાદ ખાતે નવા એપીએમસીની સ્થાપના 1995માં થઈ હતી 27 વર્ષના ગાળામાં થરાદ માર્કેટ યાર્ડમાં પ્રથમ વખત જીરાના ભાવમાં વધારે ઉછાળો જોવા મળ્યો છે.