- થરાદ-સાંચોર હાઈવે પર રોડની કામગીરી સમય મર્યાદા વટાવી લેતાં દર્દીઓ, રાહદારીઓ પરેશાન
- ધારાસભ્યની રજૂઆત બાદ કલેક્ટરે એજન્સી, અધિકારીઓ સાથે બેઠક યોજી કડક સૂચના આપી
- કોઈપણ બહાના બતાવ્યા વિના એક મહિનામાં કામ પુરુ કરવા અલ્ટીમેટર આપ્યુ
થરાદમાં ફોરલેનની કામગીરીને લઈ ધારાસભ્યની અધિકારીઓને કડક સૂચના બાદ કલેક્ટરે એજન્સી સાથે બેઠક યોજી રોડનું કામ તુરંત પૂર્ણ કરવા સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટરે રોડ વિભાગના અધિકારીઓ અને એજન્સીને કડક સૂચના આપી હતી કે, ચોમાસું આવી રહ્યું છે. ઠેર ઠેર ખોદકામ કરવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. આથી કોઈપણ બહાના બતાવ્યા વિના એક મહિનામાં કામ પુરુ કરવા અલ્ટીમેટર આપ્યુ હતું.
થરાદ-સાંચોર હાઇવે રોડ પાણીના ટાંકાથી વાવ રોડ દૂધ કેન્દ્ર સુધી મુખ્ય ફેરલેન રોડની કામગીરી ચાલી રહી છે. જેમાં રોડની બંને બાજુ હોસ્પિટલો આવેલી છે. દર્દીઓનો ઘસારો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે મોટા વાહનોની ટ્રાફિકજામ પણ થયો હોય છે. જેના કારણે અકસ્માતો પણ વધ્યાં છે. આ રોડની કામગીરી પૂરીની સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં રોડ વિભાગના અધિકારીઓને ઢીલીનીતિથી થરાદ તાલુકાના આગેવાન ડી ડી રાજપૂતે ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીને રજૂઆત કરતાં સમીક્ષા બેઠક બોલાવી સૂચના આપી હતી. ત્યારબાદ કલેકટરે પણ થરાદમાં આવી રોડ વિભાગના અધિકારીઓ અને એજન્સી સાથે બેઠક યોજી હતી. ધારાસભ્યના પીએ હેમજીભાઈ હાજર રહ્યા હતા.
ચોમાસામાં કોઈ પણ જાનહાનિ થઈ તો ફેજદારી થશે
રોડ વિભાગના અધિકારી પંચાલને મીટીંગમાં હાજર ન રહેવા તેમજ ટેલીફેન ન ઉપાડવા બાબતે કલેકટરે ઠપકો આપ્યો હતો. આ ઉપરાતં રોડના લીધે ચોમાસામાં કોઈ જાનહાની થઈ તો ફેજદારી ગુનો દાખલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
ફોરલેન રોડની ગટરમાં ફસાયેલી ટ્રક 7 કલાકે બહાર નીકળી
થરાદ ખાતે ફેરલેન રોડની ધીમી કામગીરીને પગલે બંને બાજુ ગટરનું કામ કરાયું છે. જો કે, તેની ગુણવત્તા પર સવાલ થઈ રહ્યાં છે. હજુ તો ગટર બન્યાના બે મહિના પણ નથી થયાં ત્યાં ગટર તૂટીને ભાગી પડી છે ઠેર ઠેર જગ્યાએ ખાડાઓ પડી ગયા છે. બુધવારે કોંગ્રેસ કાર્યાલયની સામે ગટરના ખાડામાં ટ્રકના પૈડાં ફ્સાઈ ગયા હતા. જે સાત કલાકની મહેનત અને જીસીબી લાવી ટ્રકને બહાર કઢાઈ હતી.