- મૃતદેહ કાઢવા ઉતરેલા ફાયર ફાઈટરના જવાનનું બાઈક ચોરાતાં ફિટકાર
- યુવકના આધારકાર્ડ પરથી ઓળખ થઈ હતી
- 23 વર્ષીય યુવકના મોતથી પરિવારજનોમાં શોક
થરાદની મુખ્ય નર્મદા નહેરમાં ચુડમેર પુલ નજીકથી બે દિવસ અગાઉ એક યુવકનું આધારકાર્ડ, બુટ તથા મોબાઇલ મળી આવ્યાં હતાં. આધારકાર્ડ મુજબ યુવક શ્રાવણભાઇ હરદાનભાઇ તુરી (રહે.ઇઢાટા,તા.થરાદ) (ઉં.વ.23) હોવાનું જણાતું હતું. યુવકે નહેરમાં ઝંપલાવ્યાની આશંકાએ પરિવાર અને લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અંગે જાણ થતાં પાલિકાના ફયર ટીમના વિરમ રાઠોડ ટીમ સામે સ્થળ પર દોડી આવ્યા હતા. બુધવારની સાંજના છ વાગ્યા સુધી લાશનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જો કે, લાશ તરીને ઉપર આવી હોવાનું લોકોએ જણાવતાં તે લોકેશનના આધારે તપાસ કરતાં મહાજનપુરા પાસેથી ગુરુવારે સવારે લાશ મળી હતી.
ઢીમા નજીક નીલગાયને બચાવાઈ
થરાદની મુખ્ય કેનાલમાં ઢીમા પુલ નજીક કેનાલમાં નીલગાયનું બચ્ચું પડતાં થરાદ નગરપાલિકા ફઈટર વિભાગ રેસ્ક્યું કરી જીવિત બહાર નીકાળ્યા હતા. તેની પ્રાથમિક સારવાર કરી જંગલ વિસ્તારમાં છોડી દીધું છે.
બાઈકચોરને તાત્કાલિક પકડી કાર્યવાહી કરવા માગણી
થરાદ પાલિકાના ફઈટર વિભાગની ટીમ કેનાલમાં પડતા પશુઓ સહિતના મૃતદેહોને બહાર કાઢી માનવતાનું કામ કરતી હોય છે. મુખ્ય કેનાલમાં બે દિવસ પહેલા પડેલી લાશની બહાર કાઢવા કેનાલ પડયા હતા. ત્યારે તેમનું બાઈક કેનાલના કિનારે પડયું હતું આથી કોઈ અજાણ્યો ચોર બાઈક લઈ ફરાર થઈ જતાં ફિટકાર વરસ્યો હતો.