- થરાદ માર્કેટયાર્ડ ખાતે મુખ્યમંત્રીની જાહેર સભામાં હજારોની સંખ્યા ઊમટી
- આવનારા સમયમાં કોંગ્રેસમાં કોઈ રહેવા માગતું નથી,
- કોંગ્રેસના મહારથીઓ પણ ભાજપમાં આવવા માંગે છેઃ- પરબતભાઈ પટેલ
થરાદ માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી અને બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની જનસભાનું આયોજન થરાદ માર્કેટયાર્ડ ખાતે કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે 2014 પહેલાની દેશની પરિસ્થિતીનો ચિતાર રજુ કરતા જણાવ્યું કે, ભારત દેશ આંતરિક તેમજ બાહ્ય સમસ્યાઓથી ઘેરાયેલું હતું અને તે સમયે ગુજરાતના વિકાસ મોડલને વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કરનાર નરેન્દ્રભાઈ મોદી એક માત્ર આશાની કિરણ હતા. કરોડો ભારતવાસીઓએ, રાષ્ટ્ર ભક્તોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં ભારતના ભવિષ્ય માટે વિશ્વાસ મુક્યો અને જન જનની અપેક્ષાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પારદર્શક સુશાસનથી પૂર્ણ કરી પ્રજા એ મુકેલા વિશ્વાસ ને વિકાસમાં પરિવર્તીત કરી બતાવ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દુનિયાએ વિશ્વાસ મુક્યો છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને મોદી ઇઝ ધ બોસ કહી સમગ્ર દુનિયામાં આપણું ગૌરવ વધાર્યું છે. શાસન અને સુશાસનમાં શુ ફેર હોય એ નરેન્દ્રભાઇ મોદીએ બતાવ્યું છે બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલે આ પ્રસંગે 20 વર્ષ પહેલાંની બનાસકાંઠાની પરિસ્થિતિનો ચિતાર આપી આજે સરહદી જિલ્લાના છેવાડા ના લોકોને પણ પીવાનું પાણી, સિંચાઈનું પાણી અને સરકારી યોજનાઓ નો લાભ મળ્યો એ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું દીર્ઘ દ્રષ્ટિનું પરિણામ છે.