- વિસનગરમાં પોણા ચાર વર્ષ પૂર્વેનો કેસ : પીડિતને વળતર ચૂકવવા હુકમ
- બાળકી સાથે શાળાના ઓરડામા વોચમેન દ્વારા શારીરિક અડપલાનો ચકચારી બનાવ નોંધાયો
વિસનગર પંથકમાં પોણા ચાર વર્ષ પૂર્વે ત્રણ વર્ષની બાળકી સાથે શાળાના ઓરડામા વોચમેન દ્વારા શારીરિક અડપલાનો ચકચારી બનાવ નોંધાયો હતો.સદર કેસ વિસનગર સ્પેશ્યિલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવી 15 વર્ષ સખત કેદ અને 50,000 દંડ જયારે ભોગ બનનાર બાળકીને ત્રણ લાખ વળતર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો.
વિસનગર પંથકમાં 4 ઓક્ટોબર 2018ના રોજ ત્રણ વર્ષની બાળકી નર્સરીમા નિત્યક્રમ અનુસાર ગઇ હતી અને તે પ્રાંગણમાં રમતી હતી.ત્યારે આરોપી વોચમેન અશોક બાબુભાઇ ધોબીએ ભોગ બનનાર બાળકીને શાળાના એક રૂમમાં લઇ જઈ શારીરિક અડપલા કર્યા હતા.આ અંગેની જાણ બાળકીના પરિવારને થતા વિસનગર શહેર પોલીસ મથકે ફ્રિયાદ નોંધાવી હતી. સદર કેસ પ્રથમ મહેસાણા કોર્ટમાં ચાલ્યો હતો.ત્યારબાદ આ કેસ વિસનગર સ્પેશ્યિલ પોક્સો કોર્ટમાં ટ્રાન્સફ્ર થયો હતો.આ કેસ વિસનગર સ્પેશ્યિલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ હસુમતિબેન મોદીની દલીલો અને પુરાવા આધારે સ્પેશિયલ પોક્સો જજ એસ.એલ.ઠક્કરે આ કેસના આરોપી અશોક બાબુલાલ ધોબીને તકસીરવાન ઠરાવી 15 વર્ષ સખત કેદ અને 50,000 દંડ તો ભોગ બનનાર બાળકીને ત્રણ લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. સરકારી વકીલ હસુમતિબેન મોદીના જણાવ્યા મુજબ, આ કેસમાં સરકાર તરફે 20 દસ્તાવેજી પુરાવા તો 16 સહેદો તપાસવામાં આવ્યા હતા.જયારે ભોગ બનનાર બાળકીની પણ જુબાની કોર્ટ દ્વારા લેવામાં આવી હતી.