તેં મારી બદલી શું કામ કરી..!! જામનગરમાં ખાનગી ફાઈનાન્સ કંપનીના મેનેજર પર તેના જ પૂર્વ કર્મચારીનો હિચકારો હુમલો | former employee of finance company attacked manager in Jamnagar

HomeJamnagarતેં મારી બદલી શું કામ કરી..!! જામનગરમાં ખાનગી ફાઈનાન્સ કંપનીના મેનેજર પર...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

જામનગરમાં વધુ એક રોકાણ કરાવતી કંપનીએ કરોડોનો ચૂનો ચોપડ્યો, અમદાવાદની ઓફિસમાં એજન્ટોના ધામા | Jamnagar investing cheated crores of rupees

Crores Cheating  in Jamnagar : જામનગરમાં યુનિક સ્વયમ મલ્ટીસ્ટેટ મલ્ટીપર્પઝ કો.ઓ.સોસાયટી લી. (મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ કંપની) માં ઊંચા વળતર ની લાલચે રોકાણ કરવાની લોભામણી...

Jamnagar Crime : જામનગરમાં હાલના હાઉસ નજીક ડ્રીમ સિટી વિસ્તારમાં રહેતા અને ડી.કે.વી. રોડ પર આવેલી શ્રીરામ ખાનગી ફાઈનાન્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ધનરાજભાઈ નવીનભાઈ સોઢાએ પોતાના ઉપર માથામાં લોખંડના કડા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાની જ કંપનીમાં અગાઉ લોન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા અને હાપા વિસ્તારમાં રહેતા શિવરાજ સિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પોતે ફાઇનાન્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે, જે કંપનીમાં આરોપી અગાઉ લોન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા, ત્યારે છેલ્લા એક વર્ષના સમયગાળા દરમિયાન બરાબર કામ કરતા ન હોવાથી કંપનીની વડી કચેરી દ્વારા તેની અન્ય જિલ્લામાં બદલી કરી નાખવામાં આવી હતી, જે બદલી મેનેજર દ્વારા કરવામાં આવી હોવાની શંકા રાખીને તેના પર આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું હતું. સિટી બી.ડિવિઝન પોલીસ તપાસ ચલાવે છે.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon