જૂનાગઢ: માર્કેટિંગ યાર્ડમાં આજે કુલ 17 જેટલી જણસીઓની આવક નોંધાઈ હતી અને જણસીઓના સારા ભાવ પણ ખેડૂતોને મળ્યા છે. હાલમાં જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અલગ અલગ જણસીઓની આવક નોંધાઈ રહી છે સૌથી વધુ આવક આજે તુવેરની નોંધાઈ હતી 3,465 ક્વિન્ટલ તુવેરની આવક સામે એક મણનો ઊંચો ભાવ 1525 ખેડૂતોને મળ્યો છે ત્યારે ઉચ્ચતમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધુ તુવેરની આવક નોંધાય છે. જ્યારે બીજા ક્રમે સૌથી વધુ આવક આજે સોયાબીનની નોંધાઈ હતી. સોયાબીનની 1681 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 830 રૂપિયા એક મણનો નીચો ભાવ 720 રૂપિયા અને સામાન્ય ભાવ 790 નોંધાયો છે.
લોકવન ઘઉં, ટુકડાનો આટલો ભાવ નોંધાયો
જેથી સાથે આજે માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંની 129 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 614 રૂપિયા એક મણનો નીચો ભાવ 580 રૂપિયા અને સામાન્ય ભાવ રૂ.600 નોંધાયો છે. ટુકડા ઘઉંની 86 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 625 રૂપિયા એક મણનો નીચો ભાવ 590 રૂપિયા અને સામાન્ય ભાવ રૂ.600 નોંધાયો છે. મહત્વનું છે કે, અહીં અલગ અલગ અન્ય જણસીઓની પણ ખૂબ સારી આવક નોંધાઈ હતી. જેમાં ચણા, અડદ, મગફળી, સિંગ, ફાડા, એરંડા, તલ, કાળા તલ, જીરુ, ધાણા, મગ, વાલ, સીંગદાણા, સોયાબીન અને કાંગનો સમાવેશ થાય છે.
સામાન્ય રીતે ખેડૂતો જુનાગઢ જિલ્લામાંથી જ નહીં પરંતુ આજુબાજુના તાલુકાઓમાંથી પણ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે જેમાં રાજકોટ જિલ્લાના અમુક તાલુકા પોરબંદર જિલ્લાના અમુક તાલુકાઓ અને જામનગર જિલ્લાના અમુક તાલુકાઓમાંથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાની જણસી વેચવા માટે આવી રહ્યા છે.
ખેડૂતોનું કહેવું છે કે,30 મિનિટની અંદર અહીં જણસી ના પૈસા રોકડા થઈ જાય છે પરંતુ જ્યારે ટેકાના ભાવે આ જણસી વેચવા માટે જઈએ છીએ ત્યારે ખૂબ મુશ્કેલી સર્જાય છે અને સમયસર પૈસા પણ મળતા નથી જેથી આગલું વાવેતર કરવા માટે ઉધાર કરવા પડે છે પરંતુ જ્યારે ઓપન માર્કેટમાં પોતાનો પાક વેચવામાં આવે છે ત્યારે આ પાકના નાણા તુરત જ મળી જતા હોવાથી ખેડૂતોને સારો એવો ફાયદો થઈ રહ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર