- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશ્નો ઉકેલવા ખાત્રી આપતા
- તિલકવાડના શીરા ગામે નર્મદા અસગ્રસ્તોએ આખરે પારણા કર્યા હતા
- લેખિતમાં બાંહેધરી આપવામાં આવે જે બાહેધરી મળતાં આજે હડતાલ પૂરી થઈ
સરદાર સરોવર નર્મદા યોજનાના અસરગ્રસ્તોને તો છેલ્લા સાત મહિનાથી પોતાના અનેક મુદ્દાઓને લઈને આંદોલન કરતાં આખરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કર્યા બાદ તેઓ નું આંદોલન પૂરું થતાં પારણા કરાવવામાં આવ્યા હતાં.
સરદાર સરોવર નર્મદા ડેમના અસરગ્રસ્તો છેલ્લા સાત મહિનાથી તિલકવાડા તાલુકાના શીરા ગામ ખાતે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા તેઓની માંગ હતી કે, તેઓ અસરગ્રસ્ત બાકી વારસદારોને નોકરી, ઘર જમાઈ ને લાભ, કટ ઓફ્ ડેટ અને તેઓના પડતર પ્રશ્નો છે તેનું નિરાકરણ સરકાર દ્વારા લાવવામાં આવે સ્થાનિક આગેવાનો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત થયા બાદ તેઓના પ્રશ્નો અને નિરાકરણની ખાતરી મળતા, ટ્રાઇફેડ ચેરમેન રામસિંહ રાઠવા, નસવાડીના ધારાસભ્ય અભેસિંહ તડવી, સ્થાનીય આગેવાનો રવિ દેશમુખ, જશુ ભીલ નર્મદા નિગમના અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે અસરગ્રસ્તોના આગેવાન જીકુ તડવી તેઓના પારણા કરાવી હડતાલ પૂરી થઈ છે.
નર્મદા યોજનાના અસરગ્રસ્તોને છે જેનો પ્રશ્નનો નિકાલ માટે માંગો માટે મૌખિક સૂચના મળતાં હતા ત્યારે આ વખતે તેઓએ લેખીતમાં સરકાર પાસે માંગ કરી છે,. જેની લેખિતમાં બાંહેધરી આપવામાં આવે જે બાહેધરી મળતાં આજે હડતાલ પૂરી થઈ છે. ઉલ્લેખનીય રામસિંહ રાઠવા અને અભેસિંહ તડવી બન્ને નેતાઓએ ખાતરી આપી હતી કે અસરગ્રસ્તો ના જે પણ પડતર પ્રશ્નો છે જેનું અમે સરકાર પાસે યોગ્ય રજૂઆતો કરી તેનો નિકાલ લાવીશું 27 જેટલા પ્રશ્નો હતા જેમાં થી 4 કે 5 પ્રશ્નો બાકી છે. ઉલ્લેખનીય છે છેલ્લા 7 મહીના કરતા વધારે સમયથી અસરગ્રસ્તો શીરા ગામ પાસે પોતાની માગો ને લઈ પ્રતીક ઉપવાસ કરી રહયા હતા.