તારીખ 12 ડિસેમ્બર 2024ના કપાસના લેટેસ્ટ ભાવ

0
21

અમરેલી: અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી. કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો થયો હતો. મગફળીના ભાવમાં 29 રૂપિયાનો વધારો થયો હતો. કપાસના એક મણના ભાવ 1481 રૂપિયા બોલાયા હતા. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી. તેમજ ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. યાર્ડમાં મોટી મગફળીના એક મણના 1209 રૂપિયા અને કપાસના એક મણના 1481 રૂપિયા ભાવ રહ્યા હતા. કપાસના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો થયો હતો અને મગફળીના ભાવમાં 29 રૂપિયાનો વધારો થયો હતો.

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાનો ભાવ 1395 રૂપિયા નોંધાયો હતો. ચણાના ભાવમાં ગઈકાલની સરખામણીએ 35 રૂપિયાનો વધારો થયો હતો. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પાક સંગ્રહ કરી અને સારા ભાવ મેળવી રહ્યા છે અને હાલ સતત ભાવ વધતા ખેડૂતોએ સંગ્રહ કરેલો માલ યાર્ડ ખાતે લઈ જાય છે અને સારા ભાવ મેળવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું.

News18

અમરેલી યાર્ડમાં મોટી મગફળીના ભાવ 802 રૂપિયાથી લઈને 1,209 રૂપિયા સુધી રહ્યો હતો. તેમજ મગફળી મઠડીના ભાવ 820 રૂપિયાથી લઈને 1092 રૂપિયા સુધી રહ્યો હતો. અને 4617 ગુણી આવક નોંધાઈ હતી. અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. આજે કપાસનો ભાવ 810 રૂપિયાથી લઈને 1481 રૂપિયા બોલાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 925 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી.

આ પણ વાંચો:
મહિલાઓ બનાવે આયુર્વેદિક મધ, સમગ્ર ગુજરાતમાં વેચાણ કરી સારી આવક મેળવે

અમરેલી યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 1750 રૂપિયાથી લઈને 2580 રૂપિયા નોંધાયો હતો. તલના ભાવમાં 290 રૂપિયાનો ઘટાડો થયો હતો. યાર્ડમાં 345 ક્વિન્ટલ સફેદ તલની આવક થઈ હતી. કાળા તલનો ભાવ 3,825 રૂપિયાથી લઈને 4270 રૂપિયા સુધી રહ્યો હતો તેમ જ 10 ક્વિન્ટલ કાળા તલની આવક નોંધાઈ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવી રહ્યા છે. તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની આવક નોંધાઈ હતી. સોયાબીનનો ભાવ 700 રૂપિયાથી 837 રૂપિયા સુધી બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 965 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here