તાપી જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા

HomeVyaraતાપી જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • બાઈક યાત્રા સોનગઢ થઈ વ્યારાના વિવિધ વિસ્તારોમાં ફરી
  • શ્રીરામની પ્રતિમા સાથે વૃંદાવનથી આચાર્ય સુબેદાનંદનજી મહારાજ પણ જોડાયા
  • વિવિધ સમાજના આગેવાનો દ્વારા સરદાર ચોક ખાતે મહાઆરતી કરવામાં આવી

વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા અમર બલિદાનોની શૌર્યગાથા રજૂ કરતી શૌર્ય જાગરણ યાત્રા શરૂ થઇ હોય જેણે આજરોજ સવારે વ્યારા નગરમાં પ્રવેશ કર્યો હતો.

શૌર્ય જાગરણ યાત્રામાં સામેલ રથમાં ભગવાન શ્રીરામની પ્રતિમા સાથે વૃંદાવનથી આચાર્ય સુબેદાનંદનજી મહારાજ પણ જોડાયા છે. ઠેરઠેર વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મહાઆરતી સાથે જાગરણ યાત્રાને આવકાર મળી રહ્યો હોય, શુક્રવારે તાપી જિલ્લામાં પ્રવેશેલી શૌર્ય જાગરણ યાત્રા સોનગઢ નગર થઇ તાલુકાના રસ્તે આજરોજ સવારે વ્યારા નગરમાં પ્રવેશ કર્યો હતો. વ્યારાના કાનપુરા સ્થિત રામજી મંદિરથી બાઇક રેલી સાથે સુરતી બજાર થઇ જૂના બસસ્ટેન્ડ ખાતે આવતા વિવિધ સમાજના આગેવાનો દ્વારા સરદાર ચોક ખાતે મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ અંબાજી મંદિર ખાતે શૌર્ય જાગરણ યાત્રાની પૂર્ણાહુતિ થઇ હતી. વ્યારા નગર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકરો સાથે મોટી સંખ્યામાં વ્યારા નગરના વિવિધ ગણેશ મંડળના સભ્યો, સેવા પ્રવૃત્તિ સાથે જોડાયેલ લાયન હાર્ટ ગ્રૂપના આગેવાનો, કાર્યકરો તેમજ નગરપાલિકાના સભ્યો, નગરજનો જોડાયા હતા. પૂર્ણાહુતિ દરમિયાન ભરૂચ વિભાગ વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી અજય મિશ્રા, આચાર્ય સુબેદાનંદનજી મહારાજ, તાપી અને સુરત જિલ્લા વીએચપી સંગઠન મંત્રી રાકેશ ગામીત સહિત આગેવાનોને સનાતન ધર્મની રક્ષા કરવા, તમામે એક થઇ હિન્દુ સમાજ માટે કામ કરવા જણાવ્યું હતું. વ્યારા તાલુકા થઇ વાલોડ તાલુકાના બુહારી ખાતે રામજી મંદિરે મહાઆરતીના કાર્યક્રમ બાદ વાલોડ નગર થઇ શૌર્ય જાગરણ યાત્રા આગળ સુરત જિલ્લામાં પ્રવેશી હતી.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon