તાપી જિલ્લાના સોનગઢના સાંઢકુવા ગામે ગ્રામજનોએ બસનો વરઘોડો કાઢ્યો

0
26

  • આઝાદી બાદ ગામમાં પ્રથમ વખત બસ આવી
  • અંતરિયાળ ગામોને સોનગઢ સાથે જોડતી બસ સેવા શરૂ
  • ગ્રામજનોએ બસને શણગારી ફૂલેકું કાઢ્યું

તાપી જિલ્લાના સોનગઢમાં નવાઈ પમાડે તેવો એસટી બસનો વરઘોડો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. હકીકતમાં સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામે આજ્હાડી બાદ પ્રથમ વખત એસટી બસ સેવા શરુ થતા ગ્રામજનોએ ખુશ થઈને ગામમાં આવેલી બસનો વરઘોડો કાઢ્યો હતો.

આઝાદી બાદ પ્રથમ વખત સાંઢકુવા ગામમાં બસ આવતા ગામ લોકોએ એસટી બસનો વરઘોડો કાઢ્યો હતો. હાલ GSRTC દ્વારા સોનગઢના અંતરિયાળ ગામોને સોનગઢ સાથે જોડતી બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેથી ગ્રામજનોમાં ખુશહાલીનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોએ બસને શણગારી હતી મહિલાઓએ માથે કળશ લઈ બસને આવકારી હતી. સાથે જ બસની પાછળ પાછળ બાઈક રેલી કાઢીને વરઘોડા જેવું સ્વરૂપ આપ્યું હતું.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here