તાંત્રિક નવલસિંહ, તેની પત્ની, ધમલપરના યુવાન સહિત ચાર સામે ગુનો દાખલ | Case registered against four including Tantrik Navalsinh his wife young man from Dhamalpar

HomeRAJKOTતાંત્રિક નવલસિંહ, તેની પત્ની, ધમલપરના યુવાન સહિત ચાર સામે ગુનો દાખલ |...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

ખાંભડા ગામે 14 વિદ્યાર્થીઓ ભરેલી બસ ફસાઈ, ગ્રામજનોએ ટ્રેકટરથી ખેંચી બહાર કાઢી | A bus full of 14 students got stuck in Khambhada village...

- ભાવનગરના કોળિયાકના કોઝ-વેમાં બસ ફસાયાની ઘટના બાદ કોઝ-વે પર બસ ફસાઈ જવાની વધુ એક ઘટના બની - પોલીસ અને હોમગાર્ડ દ્વારા ના પાડવા છતાં...

વાંકાનેર પાલીસ દ્વારા રાજકોટની યુવતીની હત્યાના મામલે

રાજકોટની યુવતી નગ્મા પ્રેમસંબંંધમાં લગ્ન માટે દબાણ કરતી હોવાથી હત્યા નિપજાવી મૃતદેહના કટકા કરી ધમલપર ગામ પાસે દાટી દીધા હતા

મોરબી : અમદાવાદ પોલીસે ઝડપી લીધેલ સીરીયલ કિલર તાંત્રિકે રાજકોટની
યુવતીની હત્યા કરી મૃતદેહના કટકા કરી વાંકાનેર નજીક ધમલપર ગામ પાસે દાટી દીધાનો
ખુલાસો કર્યા બાદ પોલીસે મૃતદેહના અવશેષો એકત્ર કર્યા હતા.અને હત્યાના પુરાવા
પ્રાપ્ત થયા બાદ વાંકાનેર પાલીસે તાંત્રિક સહેત ચાર સામે હત્યાની ફરિયાદ નોંધી વધુ
તપાસ ચલાવી છે.

વાંકાનેર સીટી પોલીસ પીએસઆઈ જીતેન્દ્રસિંહ લખુભા ઝાલાએ
આરોપી મૃતક તાંત્રિક નવલસિંહ મુળજીભાઈ ચાવડા
,
તેની પત્ની સોનલબેન નવલસિંહ ચાવડા (રહે બંને રહે શિયાણી પોળ મોટા પીર વઢવાણ)
તેમજ જીગર ભનુભાઈ ગોહિલ અને શક્તિરાજ ભરતભાઈ માનસિંગભાઈ ચાવડા (રહે.ધમલપર)  વિરૃધ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે.જેમાં
જણાવ્યું છે કે ગત તા.૧૧-૧૨ ના રોજ સરખેજ અમદાવાદ પોલીસ ટીમ વાંકાનેર સીટી પોલીસ
મથક ખાતે આવી તપાસ ચલાવી હતી. જેમાં આરોપી મૃતક તાંત્રિક નવલસિંહ ચાવડાએ રાજકોટ
રહેતા નગ્માબેન કાદરભાઈ અલીભાઈ મુકાસમાં સાથે પ્રેમસંબંધ હતો.અને નગ્માબેન આરોપી
નવલસિંહને લગ્ન માટે દબાણ કરતા હતા.જેથી નવલસિંહે વઢવાણ બોલાવી સોડિયમ નાઇટ્રેટ
કેમિકલ પીવડાવતા નગ્માંબેનનું મોત થયું હતું.તેના મૃતદેહના કટકા કરી મૃતદેહ
થેલામાં ભરી વાંકાનેર રહેતા તેના બહેન ચંદ્રિકાબેન ભરતભાઈ ચાવડાના પુત્ર શક્તિરાજ
ચાવડાને વાંકાનેર રેલ્વે સ્ટેશન ફાટક સામે આવેલ મંદિર પાસે ખાડો ખોદાવી રાખવા
જણાવ્યું હતું.

આરોપી નવલસિંહ તેની કારમાં મૃતદેહના કટકા લઈને વઢવાણ ખાતેથી
નીકળી વાંકાનેર આવ્યો હતો.અને શક્તિરાજ ચાવડાએ ખાડો ખોદી રાખ્યો હતો જે ખાડામાં
મૃતદેહ દાટયાનીનવલસિંહે કબુલાત આપી હતી.તેમજ ચંદ્રિકાબેન ચાવડા
, શક્તિરાજ ચાવડાની
પૂછપરછ કરતા આરોપી નવલસિંહે જણાવેલ હકીકતને સમર્થન આપતી હકીકત જણાવી હતી.મૃતદેહ
ધમલપર ફાટક
, સરધારકા
ગામ પાસે દાટી દીધો હતો. જેથી અમદાવાદ પોલીસને સાથે રાખી વાંકાનેર સીટી પોલીસે
બનાવ વાળા સ્થળેથી મૃતદેહના અવશેષો કબજે લઈને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડયા હતા.

આમ મૃતક નગ્માબેન કાદરભાઈ મુકાસમને મૃતક આરોપી નવલસિંહ
ચાવડા સાથે પ્રેમસંબંધ હોય અને લગ્ન માટે દબાણ કરતા હતા. આરોપી નવલસિંહ પરિણીત હતો
અને લગ્ન કરવા માંગતો ના હતો.જેથી દશેક માસ પૂર્વે ધુળેટીના દિવસે તા. ૨૬-૦૩-૨૦૨૪
ના રોજ વઢવાણ ખાતેના રહેણાંક મકાને બોલાવી સોડિયમ નાઇટ્રેટ પીવડાવી હત્યા કરી
મૃતદેહના કટકા કરી પ્લાસ્ટિક થેલીમાં ભરીને ભાણેજ શક્તિરાજ ચાવડાને ફોન કરી ખાડો
ખોદી રાખવા જણાવી આરોપી નવલસિંહ અને જીગર ગોહિલ બંને ગાડીઓ લઈને આવી મૃતદેહ આરોપી
નવલસિંહ
, તેની
નાબાલિક દીકરી અને પત્ની સોનલબેને લાવી મૃતદેહ દાટી પુરાવાનો નાશ કર્યો
હતો.વાંકાનેર સીટી પોલીસે આરોપી મૃતક નવલસિંહ
, તેની પત્ની અને ભાણેજ સહિતના ચાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ
ચલાવી છે.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon