Last Updated:
હોળી અને ધુળેટી પર્વની ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવે છે. રંગોના પર્વને લઈને તૈયારી ચાલી રહી છે. ત્યારે જામનગરની બજારમાં વિવિધ પ્રકારની પિચકારી આવી ગઈ છે. જામનગરમાં પિચકારીઓનું 70 થી 80 લાખથી વધુનું ટર્નઓવર છે.
જામનગર: હોળી અને ધુળેટી સહિતના રંગોના પર્વની ઉજવણી કરવા માટે જામનગરના યુવાઓ, બાળકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે બજારમાં 20 થી વધુ નવી વેરાયટીની પિચકારીઓનું આગમન થયું છે. જે ગ્રાહકોની ફેવરીટ બની છે. મહત્વનું છે કે જામનગરમાં પિચકારીઓનું 70 થી 80 લાખથી વધુનું ટર્નઓવર હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ત્યારે હાલ ગત વર્ષ કરતાં 5 થી 10 ટકા જેવો વધારો છે. છતાં પણ ઘરાકી ધોમ હોવાનો વેપારીઓએ દાવો કર્યો છે.
જામનગરમાં છેલ્લા 15 થી 16 વર્ષથી સિઝનલ વ્યવસાય કરતા ચેતન ધુણાસિયા નામના વેપારીએ જણાવ્યું હતું કે, “આ વર્ષે ઘરાકીનો કરંટ સારો જોવા મળી રહ્યો છે. જામનગરની બજારમાં અંદાજે વાત કરીએ તો 200 થી 250 જેટલી જાતની પિચકારીઓ બજારમાં જોવા મળે છે. જેમાં 200 રૂપિયાની કિંમતમાં હથોડી, 250 રૂપિયાની કિંમતમાં કુહાડી તો 400 રૂપિયાની કિંમતમાં તલવાર અને 250 રૂપિયાની કિંમતમાં ડમરૂ, ત્રિશુલ સહિત પિચકારીનું વેચાણ થઈ રહ્યું છે.”

આ ઉપરાંત બાળકોમાં નાની પિચકારી જોવા મળે છે. હોટ ફેવરીટ છોટાભીમ, મિકી માઉસનું પણ વેચાણ થઈ રહ્યું છે. એટલે કે 30 રૂપિયાથી લઈ 1,000 સુધીની કિંમતની પિચકારી હાલ વેચાઈ રહી છે. આ ઉપરાંત ભગવાનને ધરવા માટેની પિચકારી પણ મળે છે. આ પિચકારીની કિંમત 30 રૂપિયાથી શરૂ થાય છે. જે હોળી-ધુળેટીના દિવસે ભગવાનને ધરી તેઓની સાથે હોળી રમ્યાનો ભાવ અર્પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો: પશુપાલન બિઝનેસ શરૂ કરવો છે? આ ટીપ્સ ઉપયોગી થશે, ટૂંકા સમયમાં થશો સફળ
આ ઉપરાંત રંગોના પર્વ હોળી, ધુળેટીમાં કલરનું પણ ખૂબ મહત્વ હોય છે. ત્યારે બજારમાં 100 રૂપિયાની કિંમતમાં 10 કિલોનું બાચકું કલરનું મળે છે. જ્યારે છૂટકમાં કિલોના 30 થી 40 રૂપિયાના ભાવે વેચાણ થઈ રહ્યું છે. ત્યાં 15 થી 20 પ્રકારના નેચરલ ગુલાબના કલર હોય છે. નેચરલ કલર શરીરમાં નુકસાન કરતા નથી.
Jamnagar,Gujarat
March 12, 2025 11:33 AM IST
[ad_1]
Source link
