ડોક્ટર બનવાના સપના જોતી વિદ્યાર્થીનીઓને પાંખો આપશે ગુજરાત સરકાર, મળશે ચાર લાખની સહાય

HomeGandhinagarડોક્ટર બનવાના સપના જોતી વિદ્યાર્થીનીઓને પાંખો આપશે ગુજરાત સરકાર, મળશે ચાર લાખની...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવામાં ગુજરાત હર હંમેશ અગ્રેસર રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં અનેકવિધ શિક્ષણલક્ષી યોજનાઓ અમલમાં છે. આ યોજનાઓની ફળશ્રુતિ રૂપે રાજ્યની દીકરીઓ શિક્ષિત થઈ આત્મનિર્ભર બની રહી છે. ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યની દીકરીઓને શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ‘મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના (MKKN)’ રાજ્ય સરકારના આ જ અભિગમને ચરિતાર્થ કરતી યોજના છે.

‘મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના’ અંતર્ગત વર્ષ 2017થી અત્યાર સુધીમાં 21 હજારથી વધુ વિદ્યાર્થીનીઓને તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે રૂ. 620 કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. ગુજરાતની ‘વ્હાઇટ કોટ’ મહિલા વોરિયર્સને પ્રોત્સાહિત કરતી ‘મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના’ મેડિકલ ક્ષેત્રે (MBBS) પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતી દીકરીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે.

મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ છ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારની વિદ્યાર્થીનીઓ કે જેઓ ધો-12 પછી MBBSમાં પ્રવેશ મેળવે છે, તેમને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા MBBSના અભ્યાક્રમ માટે રૂ. ચાર લાખની સહાય ચૂકવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીને NEET દ્વારા MBBSમાં પ્રવેશ મેળવેલ હોવો જરૂરી છે.

આ પણ વાંચો :  
વાઈબ્રન્ટ ગુજરાતમાં 50 ટકા MOU ગ્રીન એનર્જી પર થયા, રાજ્યમાં બિઝનેસને વેગ મળશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ

આ યોજનાનો ઉદ્દેશ્ય MBBSમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થીનીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. પરિણામે, આજે રાજ્યની ‘વ્હાઈટ-કોટ’ મહિલા વોરિયર્સ સફળતાપૂર્વક તેમના ડોક્ટર બનવાના સપનાંને સાકાર કરી રહી છે. ડોક્ટર બનવાના સપના જોતી દરેક વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારે ચાલુ વર્ષના બજેટમાં રૂ. 160 કરોડની જોગવાઈ કરી છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon