UGC guidelines : યુજીસીની ગાઇડલાઇન મુજબ કેટલીક યુનિવર્સિટીઓ દ્વારા વોકેશનલ કોર્સીસમાં વર્ષમાં બે વખત પ્રવેશની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે, ત્યારે એઆઇસીટીઇ દ્વારા ટેકનિકલ કૉલેજોમાં પણ વર્ષમાં બે વખત પ્રવેશ માટેની છૂટ આપવામાં આવી છે.
ટેકનિકલ શિક્ષણ કાઉન્સિલ દ્વારા ગાઇડલાઇન જાહેર
એઆઇસીટીઇ દ્વારા આ માટે સર્ક્યુલર કરવામાં આવ્યો છે અને ટેકનિકલ કૉલેજોમાં વર્ષમાં બે વખત યુજી અને પીજીના પ્રવેશ માટેના નિયમો નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીથી માંડી વિવિધ ટેકનિકલ કોર્સમાં જુલાઈના સેશનમાં પ્રવેશ અપાયા બાદ ખાલી રહેતી બેઠકો પર જાન્યુઆરીમાં પણ મેરિટ આધારીત પ્રવેશ પ્રક્રિયા કરવાની જોગવાઈ કરાઈ છે.
આ પણ વાંચો : ભરતીકાંડ બાદ જાગી સરકાર, AMC માં 3 વર્ષ સુધી એક જ જગ્યાએ ફરજ બજાવનારાઓની બદલી થશે
હાલ ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીમાં જૂન-જુલાઈની મુખ્ય પ્રવેશ પ્રક્રિયા બાદ હજારો બેઠકો ખાલી પડી રહી છે અને ડ્રોપઆઉટ વધવા સાથે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પણ ઓછો હોવાથી એઆઇસીટીઇ દ્વારા ટેકનિકલ કૉલેજોમાં બે વખત પ્રવેશ માટે ખાસ છૂટ આપવામાં આવી છે. કાઉન્સિલ દ્વારા ટેકનિકલ યુનિવર્સિટીઓ, ડિમ્ડ યુનિ.ઓ અને ઓટોનોમસ કૉલેજોને મંજૂરી અપાઈ છે. જેમાં ઈજનેરી સહિતના ટૅનિકલ પીજી કોર્સીસમાં માં ગેટ સ્કોર ૩ વર્ષ માટે લાયક રહેશે અને જેના આધારે જુલાઈ-જાન્યુઆરી એમ બંને વખત પ્રવેશ અપાશે.
જ્યારે યુજી ડિગ્રી ઈજનેરી-ડિપ્લોમા ઈજનેરી, ડિઝાઇન, બીસીએ અને બીબીએ સહિતના કોર્સીસમાં જુલાઈના સેશનની પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી રહેતી બેઠકોમાં જાન્યુઆરીના સેશનમાં મેરિટ આધારિત પ્રવેશ પ્રક્રિયા કરવાની રહેશે. અગાઉના જુલાઈના સેશનમાં પ્રવેશ મેળવી ચૂકેલા વિદ્યાર્થીઓને જે તે કૉલેજમાં બીજી વારના પ્રવેશ સમયે પ્રથમ તક આપવાની રહેશે.
કૉલેજો-યુનિ.ઓએ બે વખત પ્રવેશ કરતાં ખાસ એકેડેમિક કેલેન્ડરનું જળવાશે તેનું ઘ્યાન રાખવાનું રહેશે. પીજી ઈજનેરી-ટૅક્નોલૉજીકલ કોર્સીસમાં જો કૉલેજો નવા પ્રોગ્રામ શરુ કરવા માંગતી હોય તો કાઉન્સિલ દ્વારા પોર્ટલ ખોલવામા આવશે. કૉલેજોએ અરજી કરવાની રહેશે.