- સર્વીસ રોડ ન બનતા અંતે જાગૃત યુવાનો ઉપવાસ ઉપર ઉતર્યા
- યુવાનોના ઉપવાસ જોઈને આમ નાગરિકો પણ સપોર્ટ કરવા માટે તૈયાર
- ટુ-વ્હીકલ સાધનોમાં અસંખ્ય વાર પંકચરો પડે છે
ડાકોરમાં ઘણા લાંબા સમયથી ચાલતા ફ્લાવરની કામગીરીમાં સર્વિસ રોડ ન બનતા અંતે ઠાસરા તાલુકાના નેસ ગામના અને અન્ય ગામોના યુવાનો સાથે મળીને ઉપવાસ ઉપર ઉતરવાની વારંવાર ચીમકી આપવા છતાં આ બાબતે તંત્ર દ્વારા કોઈ સકારાત્મક પગલાં ન લેતા આજે આ લોકો ઉપવાસ પર ઉતર્યા છે અને સરકાર અને તંત્રને જગાડવા માટે આ લોકોએ જાગૃત યુવાન તરીકે સામાન્ય પ્રજાને પડતી હાડમારીઓના કાયમી નિકાલ માટે જ્યાં સુધી સર્વિસ રોડની કામગીરી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ યુવાનો પ્રતિક ઉપવાસનું સ્થળ છોડવાના મૂડમાં નથી અને એમની સાથે સાથે અન્ય સામાજિક કાર્યકરો અને જાગૃત યુવાનો પણ આ પ્રતિક ઉપવાસમાં જોડાય એવું આહવાન કરવામાં આવ્યું છે. ડાકોરમાં ફલાય ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પર વારંવાર અકસ્માત થવાથી યુવાનો પ્રતિક પર બેઠા છે. યુવાનોના ઉપવાસ જોઈને આમ નાગરિકો પણ સપોર્ટ કરવા માટે તૈયાર થયા છે. જીવાભાઈ જણાવે છેકે સર્વિસ રોડ ન બનવાથી અમારી દુકાનો તેમજ ઘરોમાં ખુબજ ધુળ ઉડે છે તેમજ અમારા ટુ-વ્હીકલ સાધનોમાં અસંખ્ય વાર પંકચરો પડે છે, જેથી અમો પણ મિતુલ પટેલ સાથે છીએ. ડાકોરમાં રોડ અને બ્રિજ કોન્ટ્રાક્ટરે આજદિન સુધી સર્વિસ રોડ ન બનાવ્યો જેનાથી નારાજ થયેલા નાગરિકો અને યુવાનો ઉપવાસ આદોલનમાં જોડાયા છે, છતાં પણ સરકારી કોન્ટ્રાકટરના પેટનું પાણી હાલતું નથી. આ અંગે વધુમાં મિતુલભાઈ જણાવે છે કે તંત્ર પણ કોન્ટ્રાક્ટરને છાવરતું હોય તેવું દેખાઇ રહ્યું છે. તંત્રની મિલિભગત અને કોન્ટ્રાક્ટરની મનમાનીથી જ રોડ બનાવવાનું કામ ધીમી ગતિએ થઇ રહ્યું છે. તંત્ર સત્વરે જાગે અને કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરી સજા કરવામાં આવે.