- મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલરની પ્રસંશનિય કામગીરી
- અરજદાર મહિલા તેના પતિ, માતા-પિતા, ભાઈ અને સાસુને સમજાવાયા
- પતિ દ્વારા દારુ પી મારઝુડ પણ કરાતી હતી. ત્રાસી ગયેલી મહિલાએ પતિથી છુટાછેડા લીધા હતા.
ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે નારીવાદી અભિગમ સાથે મહિલાઓ માટે રાજ્ય સરકાર ના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ચાલતા મહિલા સહાયતા કેન્દ્રમા ગ્રામ્ય વિસ્તારની પતિ પીડિત મહિલાનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે.
જેમા આઠ વર્ષ અગાઉ પ્રેમલગ્ન કરનાર મહિલાને દારુ ઢીંચીને આવતા પતિ દ્વારા યેનકેન પ્રકારે ત્રાસ આપી એક સંતાનની માતા હોવા છતા છૂટાછેડા આપી દીધા હતા. જે બાદ પણ પતિ સાથે સંપર્કમા રહેતી મહિલાએ મહિલા સહાયતા કેંદ્ર ખાતે અરજી કરતા પતિ અને સાસુને સમજાવી વિખરાયેલ સંસારના માળાનું માનવતાવાદી અભિગમ સાથે સમાધાન કરાવતા ફરી ઘર એક મંદિર બન્યુ હતું. ડભોઈના એક ગામમા સંયુક્ત કુટુંબમા રહેતા પરીવારના પુત્રે આઠ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. જે બાદ સુખી સંસારના ફ્ળ સ્વરુપે પુત્રવધુએ દિકરાને જન્મ આપ્યો હતો. બે વર્ષ સુધી સંસાર બરાબર ચાલ્યા બાદ ઘરકંકાસ શરુ થયો હતો.
શરુઆતમા સાસુ-વહુ અને પતિ-પત્નિ વચ્ચે બોલાચાલી બાદ પતિ દ્વારા દારુ પી મારઝુડ પણ કરાતી હતી. ત્રાસી ગયેલી મહિલાએ પતિથી છુટાછેડા લીધા હતા. વસ્તારમા એક સંતાન હોવાથી તેમજ પતિ પ્રત્યે સહાનુભુતિ પણ હોવાથી ફરી બંન્ને મળતા થયા હતા. જે બાદ મહિલાએ નવેસરથી સંસાર માંડવાની તૈયારી બતાવતા પતિએ પોતાની માતાને સમજાવવાનું જણાવ્યું હતું. તેવામા દુઃખી હૃદયે નિઃસહાય એક સંતાનની માતાએ આશા સાથે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ચાલતા મહિલા સહાયતા કેંદ્ર ખાતે પહોંચી મદદની ગુહાર સાથે લેખિત અરજી આપી હતી. ત્યારે કાઉન્સેલર શોભના ચૌધરીએ તમામ હકીકત જાણી અરજી પર માનવતાવાદી અભિગમ સાથે કામ શરુ કર્યું હતુ.
જેમાં અરજદાર મહિલા તેના પતિ, માતા-પિતા, ભાઈ અને સાસુને બોલાવી સમજાવ્યા હતા. જેથી સુખદ સમાધાન થતા હસતા મુખે પરીવાર પોતાના ઘર તરફ્ પરત ર્ફ્યો હતો.જેથી અંત ભલા તો સબ ભલાના ધ્યેય સાથે મહીલા સહાયતા કેન્દ્રની લોકોમા ભરપેટ પ્રસંશા થવા પામી હતી.