- આગરવા ગામના કૂવામાં બે કપિરાજના બચ્ચા પડ્યા
- NGO ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ દ્વારા કામગારી કરાઇ
- ઉપચાર કર્યાબાદ ફરી તેમને કુદરતના ખોળે છોડી દેવાયા
ઠાસરા તાલુકાના આગરવા ગામના કૂવામાંથી બે વાંદરાના બચ્ચાનુ રેસ્ક્યુ કરાયુ છે. જેમાં NGO ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સના પ્રમુખ રામસિંહભાઈ અને તેમની ટીમે રેસ્ક્યુ કર્યું હતુ. અંદાજે 80 ફુટ ઊંડા કૂવામાં બે વાનર બચ્ચાને ભારે જહેમતે રેસ્ક્યુ કરી બહાર કઢાયા હતા. જેમાં સ્થાનિકો, NGOની ટીમ અને ફોરેસ્ટ દ્વારા 4 કલાકની મહામહેનત બાદ વાનર બચ્ચાઓને સુરક્ષિત બહાર કઢાયા હતા. તથા પ્રાથમિક ઉપચાર કર્યાબાદ ફરી તેમને કુદરતના ખોળે છોડી દેવાયા હતા.
[ad_1]
Source link