સુરત
એક વર્ષ પહેલાં કાકીનાડા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનના રીઝર્વ
કોચમાં લાવીને બે ઓરીસ્સાવાસી સુરત રેલવે પોલીસે ઝડપી પાડયા હતા
ઓક્ટોબર-2023માં કાકીનાડા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં રીઝર્વ કોચ-બીમાં
કુલ રૃ.2 લાખની કિંમતના 20.256 કીલો ગાજાના
ગેરકાયદે જથ્થો ટ્રોલીબેગમાં લાવીને સુરત રેલ્વે પોલીસે રંગે હાથે ઝડપાયેલા બે આરોપીઓને
નાર્કોટીક્સ કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ દેવેન્દ્ર એસ.જોશીએ એનડીપીએસ એકટની
કલમ-8(સી), 20(બી)(સી),29ના ભંગ બદલ દસ વર્ષની સખ્તકેદ,દરેક આરોપીઓને રૃ.1 લાખનો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સખ્તકેદની સજા ફટકારી છે.
મૂળ
ઓરિસ્સાના ગંજામ જિલ્લાના વતની 21 વર્ષીય આરોપી મહેશ્વર
કબીરાજ કૈલાશ પલટા તથા 22 વર્ષીય રાકેશ ડાકટર આનંદ જેના ગઈ
તા.20-10-23ના રોજ કાકીનાડા-ભાવનગર એક્સપ્રેસના રીઝર્વ કોચ
નં.બી-1માં મુસાફરી કરીને ટ્રોલીબેગમાં રૃ.2 લાખની કિંમતના 20 કીલો 256
ગ્રામ ગાંજાના ગેરકાયદે જથ્થા સાથે સુરત રેલ્વે પ્લેટફોર્મ નં.1 પરથી સુરત રેલ્વે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.સુરત રેલ્વે પોલીસના
ફરિયાદી કર્મચારી દિનેશ પરથીજી સોલંકીએ ઉપરોક્ત બંને આરોપીઓ સહિત વોન્ટેડ આરોપી
વિરુધ્ધ એનડીપીએસએક્ટની ઉપરોક્ત કલમના ગુનાના ભંગ બદલ ધરપકડ કરી જેલભેગા કર્યા
હતા.
આ કેસની
ન્યાયિક કાર્યવાહી દરમિયાન આરોપીઓના બચાવપક્ષે લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ શ્રીમતી
એ.એન.પંચોલીએ એવો બચાવ લીધો હતો કે આરોપીઓની ધરપકડ રેલ્વે સ્ટેશનથી કરવપામાં આવી
છે પરંતુ બીજા દિવસે સાંજે પાંચ વાગ્યા સુધી મુદ્દામાલનો કબજો કોની પાસે હતો તેનો
પુરાવો રજુ કર્યો નથી.સર્ચ,સીઝરની કાર્યવાહી શંકાસ્પદ હોવા ઉપરાંત એનડીપીએસ એક્ટની કલમ-43ની જોગવાઈનું પાલન થયું નથી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી જીતેન્દ્ર
પારડીવાલાએ કુલ 13 સાક્ષી તથા 35 દસ્તાવેજી પુરાવા રજુ કરી જણાવ્યું હતું કે
આરોપીઓના કબજામાંથી ગેરકાયદે કોમર્શિયલ કોન્ટીટીથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો
છે.એફએસએલનો પુરાવા મુજબ પણ આરોપીઓ પાસેથી મળી આવેલા માદક પદાર્થ ગાંજો છે.આરોપીઓ
પોતાના આર્થિક લાભ માટે આંતર રાજ્ય ગેરકાયદે ગાંજાની હેરાફેરી કરતા હોવાનું પુરવાર
થયું છે. બંને પક્ષોની દલીલો તથા રેકર્ડ પરના પુરાવાને લક્ષમાં લઈ કોર્ટે આરોપી
મહેશ્વર તથા રાકેશ જૈનાને દોષી ઠેરવી ઉપરોક્ત સખ્તકેદ તથા દંડની સજા ફટકારી
છે.કોર્ટે જણાવ્યું હતું કે આરોપીઓ વિરુધ્ધ
યુવાધનને નશાની લત લગાવીને બીજા ગુના આચરવા માટે ખોટા રસ્તે ચડાવવાના રાષ્ટ્ર
વિરોધી ગુના આરોપો સાબિત થયા છે.દેશની યુવા પેઢી તથા વિકાસ પર આવા ગુનાની અસર થતી હોય આવી ગેરકાયદે પ્રવૃત્તિઓને અંકુશમાં
લેવી જરૃરી છે.