- બાલાસિનોરના સરકારી અનાજ ગોડાઉનમાં લોલંલોલ
- મજૂરો 1 કટ્ટા દીઠ મજૂરી અને ગ્રેડરો નાણાંની માગણી કરાતા હોવાના ખેડૂતોના આક્ષેપ
- જો કે ખેડૂતો જ્યારે કાચો માલ લઈને અનાજના ગોડાઉનમાં આવે છે
બાલાસિનોરના સરકારી અનાજ ગોડાઉનમાં ટેકાના ભાવે ખેડૂતોના પાકની ખરીદી કરાય છે. જેમાં ખેડૂતોને સારી એવી રકમ મળી રહે છે. જો કે ખેડૂતો જ્યારે કાચો માલ લઈને અનાજના ગોડાઉનમાં આવે છે. ત્યારે ખેડૂતો પાસે મજૂરો દ્વારા એક કટ્ટા દીઠ મજૂરીના નામે નાણા પડાવાતા હોવાની ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે ગ્રેડર દ્વારા પણ નાણાની માંગણી કરાતી હોવાના આક્ષેપ ખેડૂતો દ્વારા કરાય છે. કોઈ ખેડૂત દ્વારા ઇનકાર કરે તો વહીવટ કરનારા બીજા દિવસે આવજો કહીને પાછા મોકલી દેવાય છે.
મામલતદાર દ્વારા ગોડાઉન મેનેજરને નોટિસ
બાલાસિનોરના મામલતદારને સરકારી ગોડાઉનમાં ટેકાના ભાવે થઈ રહેલી ખરીદી દરમિયાન ખેડૂતો પાસેથી અનાજના કટ્ટા દીઠ મજૂરી તથા ગ્રેડર દ્વારા નાણા ની માગણી થઈ રહી હોવાની મૌખિક ફ્રિયાદ મળતા ગોડાઉન મેનેજર પાસે આ બાબતે તાત્કાલિક અસરથી ખુલાસો કરવા નોટિસ પાઠવવામાં આવી છે
ગોડાઉન મેનેજર શું કહે છે ?
આ બાબતે સરકારી અનાજ ગોડાઉન મેનેજરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે મને આ બાબતે ખ્યાલ નથી. પણ રજૂઆત મળતા મજૂરોને ખેડૂતો પાસેથી મજૂરીના નાણા નહીં લેવાની સૂચના આપી દીધી છે.