ટુકડે ટુકડે ગેંગ અને ભારતને તોડવાવાળા ભારત જોડવાની વાતો કરે છે

HomeGadhdaટુકડે ટુકડે ગેંગ અને ભારતને તોડવાવાળા ભારત જોડવાની વાતો કરે છે

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • ગઢડામા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે સભા ગજાવી
  • કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા
  • કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહારો કરી ભાજપને સમર્થન આપવા માટે આહવાન કર્યું

ગઢડામા રિવરફ્રન્ટ ખાતે બુધવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સભા ગજાવી હતી. તેઓએ જણાવ્યુ કે, ટુકડે ટુકડે ગેંગ અને ભારતને તોડવા વાળા ભારત જોડવાની વાતો કરી રહ્યા છે. ઉપસ્થિત લોકોને સંબોધન કરતા તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહારો કરી ભાજપને સમર્થન આપવા માટે આહવાન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતુ કે દેશ અને દુનિયામાં ભારત દેશને ગૌરવભેર ઉભુ રાખવા માટે પ્રતિબદ્ધ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં પ્રગતિ અને વિકાસને વેગ મળી રહ્યો છે.

ગુજરાતમાં પણ વિજળી, રસ્તા, પાણી ઉપરાંત આરોગ્ય કાર્ડ જેવી અનેકવિધ યોજનાઓના માધ્યમથી વંચિતો અને ગરીબોના કલ્યાણ માટે આઝાદી પછી અભૂતપૂર્વ કામગીરી ભારતીય જનતા પાર્ટી ના શાસનમાં થવા પામી છે. ત્યારે રાષ્ટ્ર અને સંસ્કૃતિની સુરક્ષા માટે રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાઈ ને ભાજપના ઉમેદવારોને ભારે બહુમતીથી જીતાડવા અનુરોધ કર્યો હતો. તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ટુકડે ટુકડેગેંગ અને ભારતને તોડવા વાળા ભારત જોડવાની વાતો કરી રહ્યા છે. ત્યારે અનેક રાજ્યોમાં ચૂંટણી લડીને ડિપોઝિટ ગુમાવનારા લોકો પાણીના પરપોટા જેવા છે તેમ જણાવી ગઢડાના ઉમેદવાર શંભુપ્રસાદજી ટુંડીયા અને બોટાદના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણીને વિજયી બનાવવા આહવાન કર્યું હતું.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon