Himmatnagar Civil Hospital : હિંમતનગરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં સિવિલ હોસ્પિટલમાં એક દર્દીઓ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી એડમિટ 45 વર્ષીય દર્દીઓ આત્મહત્યા કરી છે. આ દર્દી મૂળ માલપુરનો વતની હતો અને સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. ટીબીની બિમારીથી કંટાળીને સિવિલ હોસ્પિટલમાં જ ગળે ફાંસો ખાઇ જીવન અંત આણ્યો હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.