આરોપી મહાવીરસિંહ સોલંકી સામે વધુ એક ફરિયાદ
આરોપી અગાઉ થોરાળા પોલીસ મથકમાંથી પોલીસની ચજર ચૂકવીને જતો રહ્યો હતો
રાજકોટ : ઓનલાઈન લોન કરાવી આપવાની અને ક્રેડિટ કાર્ડ કઢાવી આપવાની
લાલચ આપી ઠગાઈ કરનાર મહાવીરસિંહ સોલંકી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. તેના
વિરૃધ્ધ આ અગાઉ પણ ઘણી ફરિયાદો નોંધાઈ ચુકી છે.
આલાપ ગ્રીન સિટી ચોકમાં ઓસ્કાર ગ્રીન ટાવરમાં રહેતાં અને
ફુલનો ધંધો કરતાં ઋત્વિક જીતેન્દ્રભાઈ બાવળીયા (ઉ.વ.રપ)એ નોંધાવેલી ફરિયાદમાં
જણાવ્યું છે કે ગઈ તા. ર૦ મેના રોજ દુકાને હાજર હતો ત્યારે આરોપી આવ્યો હતો અને
ઝડપથી ક્રેડિટ કાર્ડ કઢાવી આપવાનું કહેતાં તેણે હા પાડી હતી.
જેથી આરોપીએ તેનો મોબાઈલ ફોન લઈ પ્રોસેસ કરી હતી. આ રીતે
આરોપીએ ઝડપથી તેનું ક્રેડિટ કાર્ડ કઢાવી આપવાની લાલચ આપી તેના મોબાઈલમાંથી તેની
જાણ બહાર અલગ-અલગ ફાઈનાન્સ કંપનીમાંથી રૃા.૭પ૩૪૯ની લોન લઈ તેમજ ઝડપી ક્રેડિટ કાર્ડ
માટે સીબીલ સ્કોર સુધારવાના બહાને રૃા.૧૭૦૭૩ મેળવી ઓળવી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે આરોપીને પુછપરછ માટે અગાઉ થોરાળા પોલીસે
બોલાવ્યો હતો. તે વખતે આરોપી પોલીસની નજર ચૂકવી ત્યાંથી રવાના થઈ ગયો હતો.