Share Market: જિંદાલ વર્લ્ડવાઇડ (Jindal Worldwide Ltd)ના શેર આ દિવસોમાં ફોકસમાં છે. ખરેખર, કંપની 4:1ના રેશિયોમાં બોનસ શેર જાહેર કરવા જઈ રહી છે. એટલે કે જે રોકાણકારોની પાસે રેકોર્ડ ડેટ સુધી જિંદાલ વર્લ્ડવાઈડ કંપનીનો એક શેર હશે, તેમને 4 બોનસ શેર મળશે. અત્યારે આ શેરની કિંમત 421 રૂપિયા છે. આપને જણાવી દઈએ કે, બોનસ શેર કોઈ કંપની દ્વારા વર્તમાન શેરધારકોને આપવામાં આવતા ફ્રી શેર હોય છે. આ તમારી પાસે પહેલાથી જ રહેલા શેરની સંખ્યાના આધારે જારી કરવામાં આવે છે.
કંપનીના શેરની સ્થિતિ
છેલ્લા 12 મહિનામાં જિંદાલ વર્લ્ડવાઈડ (Jindal Worldwide Ltd)ના શેરમાં 44 ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે આ દરમિયાન નિફ્ટી 50 ઈન્ડેક્સમાં 10 ટકાથી વધારેની તેજી આવી છે. તો એક મહિનામાં 8 ટકાનો વધારો અને 6 મહિનામાં 26 ટકા સુધીની તેજી જોવા મળી છે. આ વર્ષે અત્યાર સુધીમાં આ શેરના ભાવ 5 ટકા સુધી વધ્યા છે. 5 વર્ષમાં આ કંપનીના શેરમાં 580 ટકા સુધીની તેજી આવી છે. આ દરમિયાન તેની કિંમત 62 રૂપિયાથી વધીને વર્તમાન કિંમત સુધી પહોંચી ગઈ છે. કંપનીના શેરની 52 સપ્તાહની સૌથી ઊંચી કિંમત 470.95 રૂપિયા અને 52 સપ્તાહની સૌથી ઓછી કિંમત 268 રૂપિયા છે. તેની માર્કેટ કેપ 8350.67 કરોડ રૂપિયા છે.
કંપનીનો બિઝનેસ
1952માં સ્થપાયેલી અને 18000 કરોડ રૂપિયાના બીસી જિંદાલ ગ્રુપનો ભાગ, કંપનીના પશ્ચિમ બંગાળમાં બે મોટા કારખાના છે. ભારતીય બજારમાં સેવા આપવાની સાથે જિંદાલ ઈન્ડિયા લેટિન, અમેરિકા સહિતના દેશોમાં તેની પ્રોડક્ટ્સ નિકાસ (એક્સપોર્ટ) કરે છે, જેનાથી તે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્ટીલ ઉદ્યોગ બંનેમાં મુખ્ય પ્લેયર છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર