બિપોરજોય વાવાઝોડાને લઈને સમગ્ર ગુજરાતમાં ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે અનેક વીજ પોલ અને વૃક્ષો ધડાકાભેર પડી ગયા છે. આવી જ એક ઘટના દાહોદમાંથી સામે આવી છે. જેમાં સ્કૂટર લઈને પસાર થઈ રહેલી મહિલાઓ પર વૃક્ષ પડતા ગંભીર ઈજા પહોંચી હતી. આ વીડિયો જોઈને ભલભલા ધ્રુજી ઉઠશે.