જૂનાગઢ: ગત વર્ષની જેમ આ વર્ષે પણ સોયાબીનના ખૂબ સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઓપન માર્કેટમાં ખેડૂતો પોતાનો પાક વેચવા માટે આવી રહ્યા છે. ત્યારે હાલમાં સોયાબીનની સારી એવી આવક નોંધાઈ રહી છે. આ વર્ષે ખેડૂતોએ સોયાબીનનું વાવેતર કર્યું છે, ત્યારે નવા સોયાબીનની પણ આવક શરૂ થઈ ગઈ છે. ત્યારે સોયાબીનની સારી આવકની સાથે ખેડૂતોને સારો ભાવ મળવાથી ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે.
જૂનાગઢ યાર્ડમાં સોયાબીનની સાથે સાથે અન્ય 13 જણસીની પણ આવક નોંધાઈ હતી. આજે સૌથી વધુ સોયાબીનની આવક નોંધાઈ હતી. સોયાબીનની 4760 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 979 રૂપિયા અને નીચો ભાવ 700 રૂપિયા અને સામાન્ય ભાવ 810 નોંધાયો છે. લોકવન ઘઉંની 378 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 627 રૂપિયા અને નીચો ભાવ 500 રૂપિયા, જ્યારે સામાન્ય ભાવ 600 રૂપિયા નોંધાયો છે.
ચણાની 126 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 1250 રૂપિયા અને નીચો ભાવ 1000 રૂપિયા અને સામાન્ય ભાવ 1200 રૂપિયા નોંધાયો છે. અડદની 255 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 1644 રૂપિયા અને નીચો ભાવ 1300 રૂપિયા અને સામાન્ય ભાવ 1500 રૂપિયા નોંધાયો છે. તુવેરની 125 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 2133 રૂપિયા અને નીચો ભાવ 1850 રૂપિયા અને સામાન્ય ભાવ 2000 રૂપિયા નોંધાયો છે.
આ પણ વાંચો:
પિતા અને પુત્રએ ડ્રેગન ફ્રુટની ખેતીમાં મેળવી સફળતા, પ્રથમ વર્ષે થયું આટલું ઉત્પાદન
મગફળીની 560 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 1105 રૂપિયા અને નીચો ભાવ 800 રૂપિયા અને સામાન્ય ભાવ 950 રૂપિયા નોંધાયો છે. તલની 567 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 2571 રૂપિયા અને નીચો ભાવ 1900 રૂપિયા અને સામાન્ય ભાવ 2200 રૂપિયા નોંધાયો છે. જીરુંની 37 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 4595 રૂપિયા અને નીચો ભાવ 4,000 રૂપિયા અને એક મણનો સામાન્ય ભાવ 4400 નોંધાયો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
[ad_1]
Source link