Last Updated:
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી કોલેજે ટેકનોલોજી અને મશીનરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800 થી 1000 ખેડૂતોને ખેતી ખર્ચ ઘટાડવા અને ઉત્પાદન વધારવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જૂનાગઢ: ખેડૂતોના માર્ગદર્શન માટે કૃષિ વિભાગ દ્વારા સમયાંતરે જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોય છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી કોલેજ દ્વારા એક ટેકનોલોજી અને મશીનરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોને અલગ અલગ પ્રકારે ખેતી ખર્ચ કઈ રીતે ઘટાડી શકાય? તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથોસાથ સારી ક્વોલિટીની મશીનરી કઈ રીતે વસાવી શકાય? તે પણ જણાવવામાં આવ્યું હતું. આ બાબતે સમગ્ર માહિતી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડીન ડૉ. વી.પી. ચોવટીયા દ્વારા આપવામાં આવી હતી.
લોકલ 18 સાથે વાત કરતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડિન ડૉ. વી.પી ચોવટીયાએ જણાવ્યું કે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેર કોલેજ દ્વારા ટેકનોલોજી અને મશીનરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેકનોલોજી અને મશીનરી મેળામાં જુદી જુદી ટેકનોલોજી ને પ્રદર્શિત કરવામાં આવી હતી. જે ટેકનોલોજીથી ખેડૂતોને પોતાના ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તેવી 30 થી 35 જેટલી ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા ડેવલપ કરેલી ટેકનોલોજી અને ખાનગી કંપનીઓ દ્વારા ડેવલપ કરેલી ટેકનોલોજી દ્વારા ખેડૂતને પોતાના ઉત્પાદનમાં ખર્ચ કેમ ઘટાડે અને આવકમાં કેમ વધારો કરી શકાય તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ખેતીમાં પિયત માટે વપરાતા પાણીની બચત કરીને કઈ રીતે વધુ ઉત્પાદન મેળવી શકાય તથા જમીનની ઘટતી ફળદ્રુપતાને કઈ રીતે અટકાવવી તેની ટેક્નોલોજી પણ અહીં પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ટેકનોલોજી 2650 રૂપિયાના ખર્ચે ડેવલપ થયેલી ટેકનોલોજી છે. આ મશીનની મોટરમાં એક સેન્સર ગોઠવવામાં આવ્યું હોય છે. જ્યારે જમીનને પાણીની જરૂરિયાત ઊભી થાય ત્યારે તેના દ્વારા ખેતરમાં પાણી પહોંચાડવામાં આવે છે. જ્યારે જમીનની અંદર ભેજ પૂર્ણ થઈ જાય છે, ત્યારે જમીનની અંદર રહેલા સેન્સર સ્ટાર્ટરની અંદર રહેલા સેન્સરને પાણી બંધ કરવા માટે સૂચિત કરે છે. આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવા ખેડૂતોને સમજાવટ કરવામાં આવી હતી. આ ટેકનોલોજીને નિહાળવા માટે સૌરાષ્ટ્ર વિસ્તારના 800 થી હજાર જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અને જુદી જુદી પોતાના પાકને જરૂરી ટેકનોલોજી માટે માહિતી મેળવી હતી.
Junagadh,Gujarat
March 20, 2025 7:26 PM IST