- માવઠું થતા ખેડૂતોની ચિંતામાં વધારો
- કેરીના પાકને નુકસાન જવાની ભીતિ
- જૂનાગઢમાં વાતાવરણમાં અચાનક પલટો
હજુ તો ગરમી જામી રહી છે અને કેસર કેરીની આવકો શરૂ થઈ છે ત્યારે જુનાગઢ પંથકમાં ફરી હવામાન પાલટયું છે અને ભર ઉનાળે કમોસમી વરસાદ પડ્યો છે. મળતી માહિતી મુજબ જુનાગઢમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ શરૂ થયો છે. આ સાથે જ કચ્છના મુંદ્રામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. મુંદ્રાના વાવરમાં કરા સાથે માવઠું પડ્યું હોવાનું જાણવા મળે છે.
કેરીનાં પાકને નુકસાનીનો ભય
ઉનાળુ પાક આવી રહ્યો છે અને કેરીની પણ આવકો વધી રહી છે તેવા સમયે જુનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદ પાડવાના કારણે ખેડૂતો ફરી ચિંતામાં પડ્યા છે. કમોસમી વરસાદના કારણે ખાસ કરીને કેરીનાં પાકને નુકસાન જવાનો ખેડૂતોને ભય છે. રાજ્યમાં છેલ્લા ઘણાં દિવસોથી ગરમીની અસર જોવા મળી રહી છે ત્યારે કેટલાંક વિસ્તારોમાં હજી પણ કમોસમી વરસાદનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોની પણ હાલત ખરાબ બની રહી છે. જેમાં જગતના તાતને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં માવઠાની સંભાવના
એક તરફ રાજ્યમાં ગરમીનો પ્રકોપ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદથી લોકો પરેશાન બન્યા છે. આ વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે કમોસમી વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે. જેમાં હવે આગામી દિવસોમાં રાજ્યના દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર જોવા મળશે. જોકે આ સિવાય રાજ્યના અન્ય કોઈણ વિસ્તારમાં ગરમીની અસર જોવા મળશે નહીં.