જૂનાગઢ: જૂનાગઢ ગિરનાર ખાતેગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી ગિરનારને આંબવા માટે અનેક સ્પર્ધકો ઘણા વર્ષોથી મહેનત કરતા હોય છે. કેટલાય એવા સ્પર્ધકો છે કે, જે વર્ષોથી મહેનત કરી આમાં ભાગ લે છે. ગિરનાર આરોહણ અને અવરોધ સ્પર્ધા બે વખત યોજાય છે. જેમાં એક વખત રાજ્યકક્ષાની અને બીજી વખત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ફરીથી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજાઈ રહી હોવાથી આમાં ભાગ લેવા માટે સ્પર્ધકો પોતાનું નામ નોંધાવી રહ્યા છે. જો કે, દર વર્ષની કરતા આ વખતે નામ નોંધાવવાની પ્રક્રિયાનો સમયગાળો આ વર્ષે થોડો વધારવામાં આવ્યો છે.
કેટલા સ્પર્ધકોએ નોંધણી કરાવી
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સમગ્ર ગુજરાતમાંથી 1,000થી વધુ સ્પર્ધકોએ પોતાના નામની નોંધણી કરાવી છે હજુ પણ વધુમાં વધુ ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે તે માટે ચાર નવેમ્બર સુધી ફોર્મ ભરવાની સમય મર્યાદા વધારવામાં આવી છે. ભાઈઓ માટે આ સ્પર્ધા 5500 પગથિયા સુધી યોજાય છે. જે અંબાજી મંદિર સુધીની હોય છે અને બહેનો માટે માળી પરબની જગ્યા સુધી આ સ્પર્ધા યોજાય છે. જે 2200 પગથિયાં સુધીની હોય છે.
ફોર્મમાં જોવામાં આવે છે આ પ્રકારની માહિતી
જે સ્પર્ધકો પોતે ફોર્મ ભરે છે તેમાં વાલીનું સંમતિપત્રક , ખુલ્લા સહી સિક્કા , ઉંમર , ડોક્ટરનું ફિટનેસ સર્ટિફિકેટ સહિતની બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે જો કોઈ પણ સર્ટિફિકેટ અથવા તો કોઈ માહિતી ખૂટતી હોય તો રૂબરૂમાં જે તે સ્પર્ધકને જણાવવામાં આવે છે કારણ કે આ ફોર્મની સમગ્ર પ્રક્રિયા ઓફલાઈન આયોજિત કરાય છે. આ બધી પ્રક્રિયાને અંતે ઉંમર મુજબ સ્પર્ધકોને સિનિયર અને જુનિયર કેટેગરીમાં ફાળવવામાં આવે છે.
સ્પર્ધામાં ભાગ લેવા માટે નિયત પ્રવેશપત્ર જરૂરી
આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયત પ્રવેશપત્રો દરેક જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીથી રૂબરૂમાં મળશે. તેમજ વધુમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી બ્લોક નં.1, પ્રથમ માળ બહુમાળી ભવન સરદાર બાગ જૂનાગઢ ખાતેથી પણ વિના મૂલ્યે મળી શકશે. આ સાથે નિયત પ્રવેશપત્રો Facebook Id –Dydo Junagadh પરથી ઓનલાઇન મળી શકશે. દરેક સ્પણર્ધકોએ નિયત પ્રવેશપત્રો માંગ્યાઓ મુજબની પૂરી વિગતો સાથે જિલ્લામ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જૂનાગઢ ખાતે કચેરીના ચાલુ દિવસ દરમિયાન 4 નવેમ્બર 2024 સુધીમાં પહોંચતા કરવાના રહેશે.
અગાઉ ફોર્મ ભરેલ સ્પર્ધકોએ આ કામ કરવું
અગાઉ ફોર્મ ભરેલ સ્પર્ધકોએ ફરી વાર ભરવાના રહેશે નહીં. સમય મર્યાદા બહાર મળેલા ફોર્મ અને અધુરી વિગતો વાળા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. સ્પર્ધાની નિયત તારીખ તથા પસંદગી થયેલ યાદી ફેસબુક આઈડી પર મુકવામાં આવશે. વધુ વિગતો માટે કચેરીના ફોન નં.(0285)2630490નો સંપર્ક કરવો
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર