જૂનાગઢમાં પરિણીતાનો હોટલના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ

0
20

જૂનાગઢ: શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. બસ સ્ટેશન નજીક આવેલી સત્યમ હોટેલના નવ નંબરના રૂમના બાથરૂમમાંથી પરિણીત મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. આ પરિણીતાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે કે તેની હત્યા કરવામાં આવી છે તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. મૃતક મહિલા સાથે રામજી ચૌહાણ નામનો શખ્સ હોટેલમાં હતો. બનાવને લઈને મૃતકના પતિએ પોલીસ મથકે જાણ કરતા પોલીસે નિવેદનના આધારે આગળની તપાસ શરૂ કરી છે.

ટ્યુશન માટે જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા

અશ્વિનભાઈ પંચોલીએ આપેલી માહિતીમાંથી જાણવા મળ્યું હતું કે, તેઓ ઓફિસેથી પોતાના ઘરે ગયા તે સમયે તેમના પત્ની જોવા ન મળતા તેમના દીકરાને પૂછતાં બહાર ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી અશ્વિનભાઈએ તેમની પત્ની નિશાબેનને ફોન કરતા “પોતે ટ્યુશનના માટે મળવા ગઈ છું”, કહી ફોન કટ કરી નાખ્યો હતો. જેથી ફરીવાર ફોન કર્યો પણ તેમણે ફોન ઉપાડ્યો ન હતો.

રમેશ નામના વ્યક્તિએ ઉપાડ્યો ફોન

જેથી ઘરના લોકોને ચિંતા થતા વારંવાર ફોન કરતા હતા. જેમાં ત્રણ વાગ્યાની આસપાસ કરતા એક ફોન ઉપાડ્યો હતો. જેમાં સામેથી પુરુષનો અવાજ આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, “હું રમેશ બોલું છું અને નિશાએ સત્યમ હોટેલમાં ઝેરી દવા પી લીધી છે. જેથી તમે અહીં આવી જાવ”.

આ પણ વાંચો: 
‘ખ્યાતિ કાંડ’ બાદ હવે ખાનગી હોસ્પિટલોને લાગી રહ્યો છે કેમ્પ કરવાનો ડર!

રૂમમાંથી આવી ભયંકર દવાની વાસ

આ ફોન આવતા અશ્વિનભાઈ તેમના સાળા સાથે હોટેલ ખાતે પહોંચ્યા હતા. દરમિયાન હોટેલના રૂમ નંબર 9માં તપાસ કરતા કોઈ જોવા મળ્યું ન હતું. અન્ય રૂમની માસ્ટર ચાવીથી રૂમ ખોલતાંની સાથે જ રૂમમાંથી ભયંકર દવાની વાસ આવતી હતી અને રૂમમાં તેમની પત્ની જોવા મળી ન હતી. આથી બાથરૂમમાં તપાસ કરતા મહિલાના મોઢામાંથી ફીણ નીકળેલી હાલતમાં જોવા મળ્યા હતા. જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરે નિશાબેન પંચોલીને મૃત જાહેર કર્યા હતા. બનાવને લઈને પોલીસે પતિનું નિવેદન લઈ તપાસ શરૂ કરી છે. સમગ્ર બનાવને લઈને મૃતકના પતિએ રમેશ ચૌહાણ નામનો શખ્સ પત્નીને હેરાન કરતો હતો. ઘટના સ્થળ પર પણ તેણે ફોન ઉપાડ્યો હોય તેમજ અમે પહોંચ્યા તે પહેલા ત્યાંથી નાસી છૂટ્યો હોવાને લીધે આત્મહત્યા કરી કે પછી હત્યા નિપજાવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી હતી.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here