- કેશોદમાં સીઝનનો કુલ 31 ઈંચ વરસાદ નોંધાયો
- કેશોદ પંથકમાં છેલ્લાં 12 કલાકથી ભારે વરસાદ
- 4 કલાકમાં 2 ઈંચ વરસાદ પડતાં રસ્તાઓ પાણીમાં ગરકાવ
હાલ ગુજરાતમાં મેઘરાજા ફરીથી મનમુકીને વરસી રહ્યા છે ત્યારે જુનાગઢના કેશોદમાં છેલ્લા 4 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબયો હતો. જેને લઈને કેશોદની બજારોમાં પાણી ફરી વળ્યા હતા.
મળતી માહિતી મુજબ
ઓઝત નદીમાં પાણીની આવક વધતાં તૂટેલાં પાળા રિપેર ન થતાં ફરી ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. જેને લઈને ખેડૂતોને નુકશાન થવાની ભીતિ સર્જાઈ હતી. છેલ્લાં સવા મહિનાથી વાદળછાયાં વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાથી ખેત પેદાશને ઘણું નુકશાન થયું છે. પરંતુ હવે ઓઝત નદીનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોનો પાક બળી જવાની સંભાવના રહેલી છે. વધુ પડતું પાણી અને ઈયળના ઉપદ્રવથી જુનાગઢ જીલ્લામાં મગફળીના પાકનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના વચ્ચે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.