અમરેલી: અમરેલી જિલ્લાના ખેડૂત પરંપરાગત ખેતી છોડી અને બાગાયત ખેતી કરી રહ્યા છે. બાગાયત ખેતીમાં લાખોની આવક મેળવે છે. ગમાપીપળીયા ગામના ખેડૂતે 1 લાખથી વધુનું જામફળમાંથી ઉત્પાદન મેળવ્યું છે. બાબરા તાલુકાના ગમાપીપળીયા ગામમાં રહેતા પ્રેમજીભાઈ ગોવિંદભાઈ પાંસેરીયા જામફળની ખેતી કરે છે. ખેડૂતની ઉંમર 52 વર્ષ છે અને અભ્યાસ 10 સુધી કર્યો છે. 3 વિઘામાં બાગાયત પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.
પ્રેમજીભાઈએ જણાવ્યું કે હાલ ‘‘રેડ ડાયમંડ તાઇવાન’’ જામફળનું વાવેતર 2 વિઘામાં કરવામાં આવ્યું છે. હાલ 2 વર્ષ થયાં છે અને પહેલું ઉત્પાદન વાવેતર બાદ 8 મહિને આવ્યું હતું, જેમાં 1 વિઘે 20 હજારનું ઉત્પાદન મળ્યું હતું. જ્યારે બીજા વર્ષે પાક ઉત્પાદન 60 હજાર એક વિઘે ઉત્પાદન મળ્યું હતું. 2 વિઘામાં 1,13,000નું ઉત્પાદન મળ્યું હતું. જ્યારે 2 વિઘામાં અંદાજિત 10 હજાર રૂપિયા ખર્ચ થયો છે. જેથી 1 લાખ રૂપિયા ચોખ્ખો નફો મળ્યો છે.
પ્રેમજીભાઈએ વધુમાં જણાવ્યું કે, 500 રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. 1 રોપનો ભાવ 70 રૂપિયા આપીને લાવવામાં આવ્યા હતા. 35000 રૂપિયાનો ખર્ચ થયો હતો. જ્યારે અન્ય વાવેતર ખર્ચ 10 હજાર થયો હતો. બાગાયત પાકમાં સૌથી વધુ અને સૌથી સારું ઉત્પાદન મળી રહે છે. આગામી વર્ષમાં બે વિઘામાં 2 લાખથી વધુનું ઉત્પાદન મળશે. જ્યારે 25 હજાર ખર્ચ કરવામાં આવશે, જેથી 1,75,000 હજાર નફો મળશે.
આ પણ વાંચો:
ગાય અને ભેંસને ઠંડીથી બચાવવાની દેશી ટિપ્સ, શિયાળામાં દૂધ નહીં ઘટે
પ્રાગજીભાઈએ જણાવ્યું કે, “જેવો પહેલા કપાસ મગફળીનું વાવેતર કરતા હતા, પરંતુ કપાસ અને મગફળીના વાવેતરમાં ઉત્પાદન ઓછું મળે છે અને કપાસ અને મગફળીમાં ખર્ચ વધુ થાય છે, જેથી યોગ્ય નફાકારક ખેતી થતી ન હોતી. ત્યારબાદ,સોશિયલ મીડિયાના માધ્યમથી બાગાયતી ખેતી વિશે અલગ અલગ રિવ્યુ મેળવ્યા હતા અને સોશિયલ મીડિયામાં વીડિયો જોયા બાદ અમરેલી જિલ્લામાં બાગાયત વિભાગનો સંપર્ક કર્યો હતો અને બાગાયત વિભાગ દ્વારા સીતાફળ અને જામફળની ખેતી માટે આપણા જિલ્લાની જમીન અને વાતાવરણ અનુકૂળ છે તેવું જણાવ્યું હતું અને ત્યારબાદ જેવો એ રોપા લેવા માટે ગોંડલ ગયા હતા અને ત્યાંથી રોપા લઇ અને વાવેતર કરવામાં આવ્યું છે. બીજા વર્ષે જ સારું એવું ઉત્પાદન મેળવ્યું છે.”
આ પણ વાંચો:
ખેડૂત મિત્રો એક ગાય રાખો, 30 એકર જમીનમાં નહીં જરૂર પડે દવા અને ખાતરની
બાગાયત અધિકારીએ જે.ડી. વાળાએ જણાવ્યું કે, “અમરેલી જિલ્લામાં બાગાયતી પાકમાં આંબા, ત્યારબાદ કેળ, સીતાફળ અને જામફળનું સૌથી વધારે વાવેતર છે અને મોટાભાગના ખેડૂતો સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. બાગાયતી પાકમાં યોગ્ય કાળજી અને માવજત કરવામાં આવે તો બાગાયત પાકમાં વાર્ષિક અંદાજિત 40000 થી 60 હજાર સુધીનું ઉત્પાદન નફાકારક મળી રહે છે.”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર