Jamnagar Theft Case : જામનગર શહેરમાં ઠંડીના ચમકારાની સાથે તસ્કર ટોળકી ફરીથી સક્રિય બની છે, અને દલિત નગર વિસ્તારમાં એક સાથે ત્રણ મકાનોને નિશાન બનાવી લીધા છે, અને રૂપિયા 70,000 ની માલમતાની ચોરી કરી લઈ ગયા છે.
દલિત નગરમાં રહેતા વિશાલભાઈ મનજીભાઈ પરમાર નામના યુવાને પોતાના મકાનમાં કોઈ તસ્કરોએ પ્રવેશ કરી એક લેપટોપ તેમજ દસ હજારની રોકડ રકમ, અને ચાંદીના સિક્કા તેમજ સાંકળા સહિતની સામગ્રીની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
આ ઉપરાંત તેના પાડોશમાં જ રહેતા કમલેશભાઈના રહેણાક મકાનને પણ નિશાન બનાવી લઇ તેમાંથી ડીવીડી પ્લેયર તથા એક ટીનનો ડબ્બો ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાવી છે, જ્યારે બાજુમાં રહેતા ત્રીજા પાડોશી રાજુભાઈના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, અને અંદરથી 20,000 ની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા.
જે અંગે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને તસ્કરોને શોધવા માટેની કવાયત શરૂ કરી છે.