જામનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 15 કરોડ 26 લાખના વિકાસકામોની દરખાસ્તો મંજૂર | 15 26 crore development works approved in meeting of Jamnagar Municipality’s Standing Committee

0
7

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂપિયા 15 કરોડ 26 લાખના નિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. ખાસ કરીને જામનગર સીટી બ્યુટીફિકેશનના નામે અનેક દરખાસ્ત મંજુર કરવામા આવી  છે.

જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેશ બી.કગથરાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ 11 સભ્યો હાજર રહેલ હતા. આ ઉપરાંત કમિશ્નર ડી.એન.મોદી, ડે.કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંટ અંતર્ગત સીવીલ ઇસ્ટ ઝોન (વોર્ડ નં.12) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસ યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ માટે રૂ.35.13 લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.

જામનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 15 કરોડ 26 લાખના વિકાસકામોની દરખાસ્તો મંજૂર 2 - image

જામનગર મહાનગરપાલિકા હસ્તકના ગાર્ડન રીઝર્વ  ફાઈનલ પ્લોટ નં. 82, ટી.પી. સ્કીમ નં. 2 (જાડા), ફાઈનલ પ્લોટ નં. 66 ટી.પી. સ્કીમ નં. 3/એ (જાડા),  ફાઈનલ પ્લોટ નં. 73, ટી.પી. સ્કીમ નં. 2 (જાડા), ફાઈલન પ્લોટ નં. 78, ટી.પી. સ્કીમ નં. 2 (જાડા) અને ખીજડીયા પમ્પ હાઉસ પાસે આવેલ જગ્યા ગાર્ડન ડેવલોપમેન્ટ માટે આપવા અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે અને દરખાસ્તની વિગતે ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ફાઈનલ પ્લોટ નં.82, ટી.પી. સ્કીમ નં. 2 (જાડા) ચીકુવાડી પાસે , ફાઈનલ પ્લોટ નં.96 ટી.પી. સ્કીમ નં. 3/એ (જાડા) આવાસ યોજના પાસે, ફાઈનલ પ્લોટ નં. 73, ટી.પી. સ્કીમ નં. 2 (જાડા) ચીકુવાડી પાસે, ફાઈલન પ્લોટ નં. 78, ટી.પી. સ્કીમ નં. 2 (જાડા) રામ મંદિર પાસે અને ખીજડીયા પમ્પ હાઉસ પાસેનો સમાવેશ થાય છે.

સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5, 9, 13 અને 14) માં ગાર્ડન આ૨.સી.અંતર્ગત “સીટી બ્યુટીફીકેશન” અન્વયે (વોર્ડ નં. 5 માં આવેલ જોગર્સ પાર્ક “ઔષધી બાગ” નું ડેવલોપમેન્ટ) કરવાના કામ અંગે રૂ.28.035 લાખનું ખર્ચ, સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5, 9, 13 અને 14) માં ગાર્ડન આર.સી. અંતર્ગત “સીટી બ્યુટીફીકેશન” અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે  રૂ.13.25 લાખ, સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5, 9, 13 અને 14) માં ટ્રાફીક આર.સી. અંતર્ગત ”સીટી બ્યુટીફીકેશન” અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે રૂ.23.265 લાખ, સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5, 9, 13 અને 14) માં બિલ્ડીંગ આર.સી. અંતર્ગત “સીટી બ્યુટીફીકેશન’ અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે રૂ.10,070 લાખનો ખર્ચ, સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5, 9, 13 અને 14) માં રોડ વર્કસ (મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ) આર.સી. અંતર્ગત “સીટી બ્યુટીફીકેશન” અન્વયે (વોર્ડ નં. 5 ખાતે આવેલ જોગર્સ પાર્ક “ઔષધી બાગ” નું ડેવલોપમેન્ટ) કરવામાં આવેલ કામગીરી અંગે રૂ.3.215 લાખ, સીવીલ સેન્ટ્રલ ઝોન હસ્તક ગાર્ડનના હેતુ માટે વોર્ડ નં. 1 થી 8 માં ટ્રેકટર ટ્રોલી વીથ લેબર સપ્લાય કરવાના કામના આર.સી. અંતર્ગત “સીટી બ્યુટીફીકેશન” અન્વયે રૂ.2.365 લાખ, સીવીલ સેન્ટ્રલ ઝોન હસ્તક ગાર્ડનના હેતુ માટે વોર્ડ નં. 9 થી 16 માં ટ્રેકટર ટ્રોલી વીથ લેબર સપ્લાય કરવાના કામના આર.સી. અંતર્ગત “સીટી બ્યુટીફીકેશન” અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે રૂ.2.39 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત જામનગર શહેરમાં પ્રવેશવાના તેમજ શહેરમાંથી બહાર જવાના જુદા-જુદા વિસ્તારની દિશા સુચવતા તથા દિશા સુચક બોર્ડ ફીટ કરવાના કામ અંગે રૂ.20.33 લાખ, સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5, 9, 13 અને 14) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કસના કામ માટે રૂ.3 લાખ, સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5, 9, 13 અને 14) માં સ્ટ્રેન્ચનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ટ્રાફીક વર્કસના કામ માટે રૂ.2 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here