જામનગર નજીક સિક્કાની જેટી પર લાંગરેલી વિદેશી શિપમાં ઇજનેર યુવાનનો અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આપઘાત | a young engineer committed suicide by hanging himself in a foreign ship anchored at sikka jetty near

HomeJamnagarજામનગર નજીક સિક્કાની જેટી પર લાંગરેલી વિદેશી શિપમાં ઇજનેર યુવાનનો અગમ્ય કારણસર...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

જામનગર નજીક સિક્કા ની જેટી પર લાંગરેલી એમ.ટી. હાઈટાઈટ નામની શિપ માં ઇજનેર તરીકે નોકરી કરતા ગુના સેકરન સંથના ભારથી નામના ૩૦ વર્ષના ઇજનેર યુવાને  શીપમાં કોઈ અગમ્ય કારણોસર સીડીમાં ટુવાલ બાંધી ગડાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. 

આ બનાવ અંગે શિપ ના અન્ય કર્મચારી મુસાભાઈ યુસુફભાઈ હોલીએ સિક્કા પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસ સ્ટેશન નો સ્ટાફ  વિદેશી શિપ માં પહોંચી ગયો હતો. જ્યાંથી પર પ્રાંતિય ઇજનેર યુવાનના મૃતદેહનો કબજો સંભાળી કિનારે લાવ્યા હતા, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં તેનું પોસ્ટમોટમ કરાવાયું છે.

ત્યારબાદ તેના મૃતદેહ ને વતનમાં તામિલનાડુ તરફ મોકલવામાં આવી રહ્યુ છે તેણે કયા સંજોગોમાં આ પગલું ભરી લીધૂ તે જાણવા માટે સિક્કા પોલીસ શીપના અન્ય ખલાસીઓ વગેરેના નિવેદનો નોંધી રહી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon