જામનગરમાં સાત રસ્તા સર્કલ પાસેના ટ્રાફિક જામના સંદર્ભમાં ટ્રાફિક શાખા તથા મહાનગરપાલિકાની ટીમનું મંથન | Brainstorming of Traffic police and JMC team regarding traffic jam at Saat Rasta Circle in Jamnagar

HomeJamnagarજામનગરમાં સાત રસ્તા સર્કલ પાસેના ટ્રાફિક જામના સંદર્ભમાં ટ્રાફિક શાખા તથા મહાનગરપાલિકાની...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Jamnagar Traffic Police : જામનગરના સાત રસ્તા સર્કલમાં ફ્લાય ઓવરનું કામ ચાલી રહ્યું છે, ત્યારે પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જેનું નિરાકરણ લાવવાના ભાગરૂપે શહેરની ટ્રાફિક શાખા તથા જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર મુલાકાત લઈ મંથન કરવામાં આવ્યું હતું, અને ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટરની ટિમને સાથે રાખીને ટ્રાફિક સમસ્યા હળવી કરવા બાબતે નવો એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો.

 જામનગરની ટ્રાફિક શાખાના પી.આઇ. એમ.બી.ગજ્જર, જામનગર મહાનગરપાલિકાના ઇજનેર આર.બી.જાની તથા ટ્રાફિક શાખાની ટીમ વગેરે સાત રસ્તા સર્કલ પર પહોંચ્યા હતા, તેમજ ઓવરબ્રિજના કામના કોન્ટ્રાક્ટરને પણ સ્થળ પર હાજર રખાવીને બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન ટ્રાફિક હળવો કરી શકાય તે સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી હતી.

 ખાસ કરીને બપોર દરમિયાન દરરોજ ટ્રાફિક જામ સર્જાતો હોવાથી તેનું નિરાકરણ લવાય તે દિશામાં યોગ્ય પગલાં ભરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક શાખાની ટીમ તથા ટી.આર.બીના જવાનોને વધુ માત્રામાં સાત રસ્તા સર્કલમાં મુકવામાં આવ્યા છે, અને વાહન વ્યવહાર સરળતાથી અવિરત ચાલુ રહે, તે અંગેના જરૂરી સુચનો કરવામાં આવ્યા છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon