જામનગર: લોકોના ઘરનું ઘરનું સપનું પૂર્ણ થશે. જામનગરમાં મહાનગરપાલિકા હસ્તકના આવાસ યોજનામાં બાકી રહેલા ફ્લેટનું વેચાણ કરવામાં આવશે. આ અંગે જામનગર મહાનગરપાલિકાના અધિકારી સુનિલ જોશીએ જણાવ્યું કે, “મયુર નગર મેઇન રોડ પર આવેલા આવાસની કિંમત 3 લાખ રૂપિયામાં રાખવામાં આવી છે અને તેની ડિપોઝિટ પેટે 7500 ભરવાના થાય છે અને વાર્ષિક આવક મર્યાદા એક લાખ રૂપિયા હોવી ફરજિયાત છે.” બીજી બાજુ એમપી શાહ ઉદ્યોગનગરમાં આવેલા આવાસની કિંમત 7.50 લાખ રૂપિયા રખાઈ છે અને તેની ડિપોઝિટ પેટે 20 હજાર રૂપિયા ભરવાના થાય છે. વાર્ષિક આવક મર્યાદા એક લાખથી 2.5 લાખ રૂપિયા હોવી જરૂરી છે.
હાપા વિસ્તારમાં આવેલ આવાસની કિંમત 3,00,000 રૂપિયા છે અને 7,500 ડિપોઝિટ ભરવાની થાય છે તે જ રીતે હાપા વિસ્તારમાં આવેલ અન્ય આવાસની કિંમત પણ 3,00,000 રૂપિયા છે અને 7500 ભરવાના થાય છે. આમ જામનગર મહાનગરપાલિકા હસ્તકની સુવિધાથી તૈયાર રેડી પઝેશનમાં 87 આવાસ ખાલી છે.
અરજી કરવા માટેની પાત્રતા મકાન ખરીદવા ઇચ્છતા વ્યક્તિ 18 વર્ષથી વધુની ઉંમરનો હોવો જોઈએ. ઇચ્છુક ઉમેદવારના પોતાના નામે કે તેના કુટુંબના અન્ય સભ્યોના નામે માલિકીનું મકાન, રહેણાંક હેતુની જમીન તે પ્લોટ ન હોવા જોઈએ. મહાનગરપાલિકા કે જાડા હસ્તકની આવાસ યોજનામાં મકાન ધરાવતા ન હોવા જોઈએ.
આ પણ વાંચો:
બે ગાયથી શરૂ કર્યો પશુપાલન વ્યવસાય, આજે મહિને લાખો રૂપિયાની કમાણી
અરજી ફોર્મ મેળવવા તથા પરત કરવાનું સ્થળ
HDFC બેંક, પાર્ક કોલોની, જોગર્સ પાર્ક સામે, જામનગર છે. અરજી ફોર્મ વિતરણ તથા પરત મેળવવાની તારીખ 1/12/2024 થી તા. 31/01/2025 સુધી ફોર્મ રાખવામાં આવેલ છે. અરજી ફોર્મ પરત કરતા સમયે આધાર કાર્ડ સાથે રાખવું ફરજિયાત છે અને ડિપોઝિટ રૂપિયા પણ ત્યારે જ ચૂકવવાના થાય છે. ત્યારબાદ ડ્રો મારફતે મકાન મળ્યા બાદ જરૂરી કાર્યવાહી કરી મકાનનો કબજો સોંપવામાં આવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર