Jamnagar News : દેશ-વિદેશ સહિત ગુજરાતમાં 31મી ડિસેમ્બરમાં નવા વર્ષની ઉજવણી ચાલી રહી હતી, ત્યારે જામનગરમાં અંધાશ્રમ હનુમાન ચોક વિસ્તારમાં ગઈ કાલે મંગળવારની રાત્રે બે જૂથો વચ્ચે કોઈ કારણોસર બબાલ થતા સામસામે પથ્થરમારો થયો હતો. સમગ્ર મામલે બંને જૂથમાંથી એક પરિવારના શખસોએ આજે બુધવારે અન્ય જૂથના પરિવારના સ્કૂટર-સાયકલ અને મકાનમાં આગ લગાવી દીધી હતી. આ પછી મકાન માલિકે ફાયર વિભાગને જાણ કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ, જામનગરમાં અંધાશ્રમ હનુમાન ચોક શેરી નંબર -2 માં ગઈકાલે મંગળવારની રાત્રે અમુક શખસો 31 ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન કચ્છી મહેશ્વરી મેઘવાર અને ક્ષત્રિય પરિવારના જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બંને જૂથો વચ્ચે પથ્થરમારો અને બોટલોના ઘા થયા હતા. જ્યારે આજે બુધવારની સવારે કચ્છી મહેશ્વરી પરિવારના સભ્યએ રણજીતસિંહ જાડેજા નામના વ્યક્તિના મકાનમાં આગ ચાંપી દીધી હતી. આ પછી રણજીતસિંહે ફાયર બ્રિગેડને જાણ કરાતાની સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવીને આગને કાબુમાં લીધી હતી. આગમાં ટીવી, ફર્નિચર વાયરિંગ વગેરે બળીને ખાખ થતા મકાનને નુકસાન થયું હતું.
સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરતા સિટી સી. ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવીને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સમગ્ર ઘટના અંગે રાજપૂત પરિવારના હકુબા રણજીતસિંહ જાડેજાએ સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ શખસો વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદ મુજબ, હકુબાનો પુત્ર દિવ્યરાજસિંહ ગઈકાલે રાત્રે લગભગ 11.30 વાગ્યે દિગ્જામ ઓવર બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તાપણું કરી રહેલા ત્રણ શખસોએ દિવ્યરાજસિંહને રોકીને માર માર્યો હતો. જેની જાણ હકુબાને કરતા તેઓ સ્થળ પર પહોંચીને પુત્રને છોડાવીને ઘરે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ ત્રણેય શખસોએ હકુબાના ઘરે આવીને પથ્થરમારો-બોટલો ફેંકી હતી. જેની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી તો ત્રણેય આરોપીઓ ભાગી ગયા હતા. જ્યારે આજે બુધવારે સવારે રાજપૂત પરિવારના સભ્યો સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન ગયા હતા. આ દરમિયન ત્રણેય આરોપીઓએ મકાનમાં ઘુસીને ઘરવખરીને સળગાવી દીધાનું જાહેર સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને રાજપૂત પરિવારે પોલીસ સ્ટેશનમાં આશિષ વારસાકીયા, મહેશ વારસાકિયા અને દીપક ગોહિલ નામના ત્રણ પાડોશીઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી.
[ad_1]
Source link