જામનગરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : ગંજીપાના વડે જુગાર રમી રહેલી 10 મહિલા સહિતના 12 જુગારીઓ પકડાયા | 12 gamblers including 10 women caught gambling in Jamnagar gambling Raid

0
0

Jamnagar Gambling Raid : જામનગર શહેરના રામેશ્વર નગર તેમજ ધરાનગર વિસ્તારના ગઈકાલે પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડાઓ પાડ્યા હતા, અને બંને સ્થળો પરથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી 10 મહિલાઓ સહિત 12 જુગારીઓની અટકાયત કરી લેવામાં આવી છે, અને જુગારનો સામાન કબજે કરાયો છે.

 જામનગરમાં જુગાર અંગેનો પ્રથમ દરોડો રામેશ્વર નગર વિસ્તારમાં માટેલ ચોકમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા રમેશ સવજીભાઈ તન્ના નામના 61 વર્ષના બુઝુર્ગ તેમજ રેખાબેન યોગેશભાઈ શાહ, રેશમાબેન કાસમભાઇ બાદરાણી, કિરણબા માનસંગજી કંચવા, સાવિત્રીબેન રણજીતસિંહ વાઘેલા, રેશમાબેન કાસમભાઈ સંધિ, પ્રતિમાબેન હેમતસિંહ ચૌહાણ, તેમજ રાધાબેન જીતેન્દ્રભાઈ વિઠલાણી વગેરેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 12,150 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબ્જે કર્યો છે.

 જુગાર અંગેનો બીજો દરોડો જામનગરના ધરારનગર-2, જૂનો કુંભારવાડો વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યારથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા સુલતાન ઓસમાણભાઈ સમેજા નામના રીક્ષા ડ્રાઇવર, ઉપરાંત અમીનાબેન ઉમરભાઈ સંધિ, વર્ષાબેન અશોકભાઈ પરમાર, અને બીબીબેન કરીમભાઈ સંધિ વગેરેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 4,400 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here