જામનગરમાં ગુરુદ્વારા પાસે આવેલા ગાયત્રી શક્તિપીઠ હસ્તકના બે માળ વાળા બિલ્ડીંગમાં કેટલોક જોખમી અને જર્જરિત ભાગ હતો, અને તાજેતરમાં તે પૈકીનો પારાપેટ સહિતનો ભાગ નીચે પડ્યો હતો. પરંતુ સદભાગ્યે કોઈને જાનહાનિ થઈ ન હતી.
ઉપરોક્ત બિલ્ડીંગમાં હજુ કેટલોક જર્જરીત હિસ્સો હોવાથી આજે સવારે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી અનવર ગજજણની રાહબરી હેઠળ એક ટુકડી સ્થળ પર પહોંચી હતી, અને ગુરુદ્વારા ના અવર જવર વાળા રસ્તા ને પોલીસની મદદ લઈને બંધ કરાવ્યો હતો, ત્યારબાદ ડીમોલેશન હાથ ધરાયું હતું.
પ્રથમ માળ અને બીજા માળે આવેલા છતના કેટલાક હિસ્સામાં પોપડા પડી રહ્યા હતા, જે ભાગને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સ્થળે નીચેના ભાગે ચાર દુકાનો આવેલી છે, જે દુકાનો પણ બંધ રખાઇ હતી, અને ડીમોલેશન કાર્ય હાથ ધરાયું હતું.
જોકે મોડેથી ઉપરોક્ત માર્ગ પરથી કાટમાળ ને ખસેડી લેવામાં આવ્યો હતો, અને રોડને સાફ કર્યા પછી ઉપરોક્ત માર્ગને અવર-જવર માટે ખુલ્લો કરી દેવાયો હતો.
[ad_1]
Source link