જામનગરમાં કાલાવડ નાકા બહાર કાર અને એકટીવા સ્કૂટર વચ્ચેના અકસ્માતમાં વેપારી પિતા-પુત્ર ઘાયલ | father and son injured in accident between car and scooter outside Kalavad Naka in Jamnagar

0
5

Jamnagar Accident : જામનગરમાં કાલાવડનાકા બહાર કાર અને એક્ટિવા સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં સ્કૂટર સવાર વેપારી પિતા પુત્ર ઘાયલ થયા છે. જે બનાવ અંગે કારચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

 જામનગરમાં કાલાવડનાકા બહાર ગુરુદત્ત સોસાયટીમાં રહેતા સુનિલ અમૃતલાલ નામના વેપારી પોતાના પિતા અમૃતલાલ નકુમને સ્કૂટરમાં પાછળ બેસાડીને જઈ રહ્યા હતા, જે દરમિયાન કલ્યાણ ચોક પાસે ફૂલ સ્પીડે આવી રહેલી એક કારના ચાલકે સ્કુટરને હડફેટમાં લઈ લેતાં પિતા પુત્ર બંનેને નાની મોટી ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે.

 આ અકસ્માતના બનાવ અંગે સુનિલભાઈ નકુમે કારના ચાલક અલી હુસેન મોહમ્મદભાઈ મકાતી સામે અકસ્માત સર્જવા અંગે ફરિયાદ નોંધાવી છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here